શું ટી સીરીઝના માલિક ભૂષણ કુમારને છૂટાછેડા આપી રહી છે દિવ્યા ખોસલા ? સામે આવ્યુ એક્ટ્રેસના સરનેમ હટાવવાનું કારણ
હાલમાં જ ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર વિશે એવા સમાચાર આવ્યા કે ચાહકો ચિંતિત થઈ ગયા. અભિનેત્રીએ વાસ્તવમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ભૂષણ કુમારની સરનેમ કુમાર હટાવી દીધી અને ભૂષણ કુમારની કંપની ટી-સીરીઝને પણ અનફોલો કરી દીધી. આ પછી લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંને વચ્ચે બધુ બરાબર નથી.
એટલું જ નહીં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ. જણાવી દઈએ કે દિવ્યા ભૂષણ કુમારના પર્સનલ એકાઉન્ટને ફોલો કરે છે. ઝૂમના રિપોર્ટ અનુસાર, ભૂષણની ટીમે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. ટી સિરીઝના પ્રવક્તાએ કહ્યું કે દિવ્યાએ જ્યોતિષીય કારણોસર અટક હટાવી દીધી છે. આ તેમનો અંગત નિર્ણય હતો જેને લોકોએ માન આપવું જોઈએ.
આ સિવાય દિવ્યાએ તેની પ્રી-મેરેજ સરનેમમાં વધુ એક ઉમેર્યો છે ‘S’, તો આ બધું જ્યોતિષીય કારણોસર છે અને બીજું કંઈ નથી. જો કે, આ સમાચાર સાંભળ્યા પછી ચાહકો થોડા હળવા થઈ ગયા છે કારણ કે આવા પ્રેમાળ કપલ અલગ થઇ જાય તે ચાહકોને મંજુર નહોતુ. દિવ્યા ખોસલા અને ભૂષણ કુમારના લગ્નને 19 વર્ષ થયા છે અને બંને એક પુત્રના પેરેન્ટ્સ છે.
દિવ્યા અને ભૂષણ ફિલ્મ અબ તુમ્હારે હવાલે વતન સાથીઓના શૂટિંગ દરમિયાન એકબીજાને મળ્યા હતા. દિવ્યા અને ભૂષણ કુમાર ઘણીવાર જાહેર સ્થળો અને પ્રમોશનલ ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. જો કે તાજેતરના સમયમાં બંને કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા નથી. આ તમામ બાબતોએ તેમના અલગ થવાની અફવાઓને જન્મ આપ્યો હતો. જો કે, આ અફવાઓથી વિપરીત એક સત્ય એ છે કે દિવ્યા હજુ પણ ભૂષણ કુમારના પર્સનલ એકાઉન્ટને ફોલો કરે છે.