મહેંદી સેરેમનીમાં ખૂબ નાચી દિવ્યા અગ્રવાલ, ફ્લોન્ટ કરી અપૂર્વ પડગાંવકરના નામની મહેંદી: જુઓ ક્યૂટ તસવીરો
દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ પડગાંવકરના પ્રિ વેડિંગ ફંક્શન્સ પૂરજોશમાં ચાલ્યા. 19 ફેબ્રુઆરીની રાત્રે દિવ્યાનું મહેંદી ફંક્શન હતું, જેમાં અભિનેત્રી જોરદાર ડાન્સ કર્યો હતો. દિવ્યાએ તેના હાથ પર લાઇટ જ્વેલરી સ્ટાઇલની મહેંદી ડિઝાઇન પસંદ કરી હતી. મહેંદી લુકની વાત કરીએ તો, તેણે યલો અને મજેંટા રંગનો પંજાબી સૂટ પહેર્યો હતો, જેમાં એમ્બ્રોઇડરી હતી.
દિવ્યાએ તેનો લુક મેકઅપ, હેરસ્ટાઇલ અને ડાયમંડ જ્વેલરીથી કમ્પ્લીટ કર્યો હતો. મહેંદી ફંક્શનમાં દિવ્યા જોરદાર ડાન્સ કરતી અને જોરશોરથી ભાંગડા કરતી જોવા મળી હતી. દિવ્યા અગ્રવાલની મહેંદી સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયાની સામે તેના પિયાના નામની મહેંદી લગાવતી જોવા મળી રહી છે.
આ દરમિયાન દિવ્યાના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે. દિવ્યા તેના ભાવિ પતિ સાથે પોઝ આપતી પણ જોવા મળી હતી. અપૂર્વના મહેંદી લુક વિશે વાત કરીએ તો, તે ગુલાબી કુર્તા-પાયજામા અને ક્રીમ નેહરુ જેકેટમાં જોવા મળ્યો હતી. જણાવી દઇએ કે, અપૂર્વ પડગાંવકર એન્જિનિયર છે અને તેણે MBA કર્યું છે.
તે મુંબઈ શહેરમાં 4 રેસ્ટોરન્ટનો માલિક પણ છે. તેની મુંબઈના વાશીમાં ‘ધ ટાઈટ પબ’ અને સોય સ્ટ્રીટ નામની બે રેસ્ટોરન્ટ છે. બાંદ્રામાં લેમન લીફ અને યલો ટેંગ નામની બે રેસ્ટોરન્ટ છે. અપૂર્વ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે કે, અપૂર્વએ ખૂબ જ ફિલ્મી અંદાજમાં દિવ્યા અગ્રવાલને પ્રપોઝ કર્યું હતું.
અપૂર્વ પહેલા દિવ્યા અગ્રવાલ એક્ટર વરુણ સૂદ સાથે રિલેશનશિપમાં હતી. ટીવી રિયાલિટી શો ‘Ace of Space’ દરમિયાન બંનેની નિકટતા વધી હતી. બંનેએ લગભગ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પરંતુ અચાનક દિવ્યા અગ્રવાલે બ્રેકઅપની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.
વરુણ પહેલા દિવ્યા અગ્રવાલ ‘સ્પિટ્સ વિલા 14’ ફેમ પ્રિયંક શર્મા સાથે રિલેશનશિપમાં હતી, દિવ્યાએ બિગ બોસ શો દરમિયાન ઘરમાં ગયા બાદ પ્રિયંક સાથે બ્રેકઅપ કરી લીધું હતું.
View this post on Instagram