પતિએ આવા કામ કર્યા તો તો ડોક્ટર પત્નીએ પહેલા 7 વર્ષના માસુમ દીકરાનો જીવ લઇ લીધો અને પછી પોતે કર્યું એવું કે વાંચીને રૂંવાડા ઉભા થઇ જશે

દુઃખદ : આ મહિલા ડોક્ટરે માત્ર 7 વર્ષના લાડલા દીકરા સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ બનાવ જાણીને આંખોમાંથી આંસુ વહી જશે

દેશભરમાંથી ઘણી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જે સાંભળીને જ રૂંવાડા ઉભા થઇ જાય. છેલ્લા કેટલાક સમયથી આપઘાતનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે, ઘણા યુવાનો નાની નાની વાતમાં લાગી આવતા મોતને વહાલું કરી લેતા હોય છે, તો ઘણી પરણિત મહિલાઓ પણ સાસરિયાના ત્રાસથી કે કોઈ અન્ય કારણના લીધે આપઘાત કરી લેતી હોય છે.

આવી જ એક ઘટનાએ ચકચારી મચાવી હતી, જેમાં એક 33 વર્ષની ડોક્ટર મહિલાએ પહેલા પોતાના 7 વર્ષના માસુમ દીકરાને ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી, જેના કારણે તેનું મોત થઇ ગયું અને તેના બાદ પોતે તેને પોતે પણ આપઘાત કરી લીધો હતો, જો કે તેના આપઘાતનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું.

આ ઘટના બની હતી આંધ્ર પ્રદેશના રાજમુંદરીમાં. જ્યાંની 33 વર્ષીય મહિલા ડોક્ટર લાવણ્યા દોથમશેટ્ટીએ આ પગલું ભર્યું હતું. લાવણ્યા ડર્મેટોલોજિસ્ટ હતી અને રાજમુંદરીના રાજમહેન્દ્રવરમ સ્થિત બુદ્ધા હોસ્પિટલના જાણીતા ડોક્ટર બુદ્ધાની દીકરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર લાવણ્યા પોતાના લગ્ન જીવનથી દુઃખી હતી.

લાવણ્યા તેના પતિથી અલગ થવાનું દુઃખ સહન ના કરી શકી, પતિથી અલગ થયા બાદ તેને આ ખતરનાક પગલું ઉઠાવ્યું અને પોતાની સાથે પોતાના દીકરાનો પણ જીવ તેને લઇ લીધો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે લાવણ્યા ડિપ્રેશનમાં હતી અને ડિપ્રેશનમાં જ તેને આટલું મોટું પગલું પણ ભર્યું હતું.

લાવણ્યાએ થોડા વર્ષો પહેલા તેલંગાણાના વારંગલના રહેવા વાળા વામસી કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમનો એક 7 વર્ષનો દીકરો પણ હતો, જેનું નામ નિશાંત હતું. લાવણ્યા અને તેના પતિ વચ્ચેના સંબંધો ખરાબ ચાલી રહ્યા હતા, અને તે 2 મહિના પહેલા જ પોતાના ઘરે આવી હતી.

લાવણ્યાના પિતાના જણાવ્યા અનુસાર તેના પતિ વામસી કૃષ્ણએ હાલમાં જ છૂટાછેડાની નોટિસ મોકલી હતી જેના બાદથી જ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. લાવણ્યાના પિતાએ એમ પણ જણાવ્યું હતું કે તેમની દીકરીએ તેના પતિના ઉત્પીડનના કારણે આપઘાત કરી લીધો છે. આ મામલામાં પોલીસે કેસ દાખલ કરી અને તપાસ પણ હાથ ધરી હતી. આ ઘટના 4 જાન્યુઆરીની છે.

Niraj Patel