સુરત બારડોલીમાં ધોળા દિવસે બેંકની અંદર બંદૂકની અણીએ થઇ ગઈ લાખો રૂપિયાની લૂંટ, આખી ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો

ગુજરાતમાંથી લૂંટ અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, ઘણી જગ્યાએ ધોળા દિવસે પણ લૂંટ થતી જોવા મળે છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે, જ્યાં ધોળા દિવસે બેંકની અંદર બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ થઇ ગઈ હતી. જેની સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બારડોલીના મોતા ગામ ખાતે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમીટેડમાં ત્રણ લૂંટારું પ્રવેશી ગયા હતા. જેમાંથી બે લૂંટારા પાસે તમંચા હતા.  ત્રણેય લૂંટારુઓએ બપોરના સમયે બેંકમાં કોઈની અવરજવર ન હોય તેવા સમયે પહોંચ્યા હતા અને બેંકના સ્ટાફને બાનમાં લઈને લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી પ્રમાણે બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી, લૂંટારુએ મહિલાકર્મીની બોચી પકડીને ધક્કો માર્યો હતો જે સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે. લૂંટારુઓએ 15 જ મિનિટમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. લૂંટ કરીને ભાગ્યા બાદ બાઇક બંધ પડી જતાં બે લૂંટારું બાઇકને ધક્કો મારીને ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે એક લૂંટારું રોકડ સાથેનો થેલો લઈને ભાગતો નજરે પડ્યો હતો.

Niraj Patel