દુલ્હો બન્યો જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશીનો દીકરો, દીકરી સાથે પહોચી દિશા વાકાણી, લગ્નમાં તારક મહેતાની કાસ્ટનું થયુ રિયૂનિયન
Disha Vakani at Dilip Joshi Son Marriage: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર નિભાવનાર દીલિપ જોશી ફરી એકવાર સસરા બની ગયા છે. 17 ડિસેમ્બરે તેમના દીકરા રિત્વિકના લગ્ન થયા, જે દરમિયાનનો એક વીડિયો અને કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
ખાસ વાત એ છે કે આ લગ્નમાં શોના ઘણા કલાકાર પણ જોવા મળી રહ્યા છે અને આ સાથે દિશા વાકાણીને પણ આ લગ્નમાં સ્પોટ કરવામાં આવી હતી. લગ્નની જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં દિશા વાકાણી શોના કલાકાર સાથે પોઝ પણ આપતી જોવા મળે છે.
દિશા વાકાણી સાથે તેની દીકરી પણ જોવા મળી રહી છે, જે હવે 6 વર્ષની થઇ ગઇ છે. પિંક સુટમાં દિશા ખૂબસુરત લાગી રહી છે. તસવીરમાં દિશા સિવાય અંજલી ભાભી એટલે કે સુનૈના ફોજદાર, કોમલ ભાભી એટલે કે અંબિકા રંજનકર, સોનુ એટલે કે પલક સિધવાની અને ટપુ એટલે કે નિતેશ ભલૂની પણ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
જો કે, દીલિપ જોશીના દીકરાના લગ્નની કોઇને કાનો કાન ખબર પણ નથી, તેમણે આ લગ્નને ઘણા સીક્રેટ રાખ્યા હતા. જ્યારે જાણકારી સામે આવી ત્યારે લગ્ન અને રિસેપ્શન બંને થઇ ચૂક્યા હતા. તસવીરો અને વીડિયો પરથી એ ખ્યાલ આવે છે કે આ એક ગ્રેન્ડ વેડિંગ હતી, જેના પર સારો એવો ખર્ચ કરવામાં આવ્યો હતો. શાનદાર લોકેશન પર આ વેડિંગ થયા હતા અને સજાવટ પણ ઘણી ખાસ હતી.
View this post on Instagram
જણાવી દઇએ કે, બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2021માં દીલિપ જોશીની દીકરી નિયતિના લગ્ન થયા હતા, જેની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ લગ્નની પણ તે સમયે ઘણી ચર્ચા થઇ હતી અને ત્યારે પણ તારક મહેતાના ઘણા કલાકારો લગ્નમાં પહોંચ્યા હતા.
View this post on Instagram
દુલ્હો બન્યો જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશીનો દીકરો, દીકરી સાથે પહોચી દિશા વાકાણી, લગ્નમાં તારક મહેતાની કાસ્ટનું થયુ રિયૂનિયન
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, દીલિપ જોશીના દીકરાના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ બધા તેની ખૂબસુરતીના દીવાના થઇ રહ્યા છે. લોકો એ જાણવા ઇચ્છે છે કે દીલિપ જોશીની વહુ કોણ છે અને શું કરે છે. તો જણાવી દઇએ કે, દીલિપ જોશીની વહુ ઉન્નતિ ગાલા પણ વ્યવસાયે એક એક્ટર છે. તે ગુજરાતી થિએટર્સ આર્ટિસ્ટ છે, તેને ગુજરાતી પ્લેમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.