ટાટાની બંપર છૂટ ! ટાટા મોટર્સની આ 4 કારો પર મળી રહ્યુ છે અધધ ડિસ્કાઉન્ટ…

ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઇ ચૂકી છે અને હવે ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ડિસ્કાઉન્ટ અને ઓફર્સની ઘોષણા કરવા લાગી છે. એવામાં જ હવે ટાટા મોટર્સે તેમની ઘણી બેસ્ટ સેલિંગ કારો પર ડિસ્કાઉન્ટ અને સારી ઓફર્સનું એલાન કર્યુ છે. ટાટા મોટર્સે SUV ટાટા નેક્સોન અને ટાટા નેક્સોન EV, હૈચબૈક ટાટા ટીઆગો, સિડૈન ટાટા ટીગોર અને SUV ટાટા હેરિયર પર 28 હજાર રૂપિયા સુધીની છૂટની ઘોષણા કરી છે.

ટાટા મોટર્સે દીવાળી પહેલા નેક્સોન, ટીગોર અને હેરિયર, ટીયાગો જેવી પોપ્યુલર કારો પર છૂટનું એલાન કર્યુ છે. આ છૂટ કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેંજ બોનસ, ફ્રી ઇંશ્યોરેંસ અને એક્સટેંડેટ વોરંટીના રૂપમાં છે. તો ચાલો જાણી લઇએ કે, ટાટા મોટર્સની કઇ ગાડી પર કેટલી કેટલી છૂટ મળી રહી છે. ટાટા મોટર્સ ઓફર અંતર્ગત ટાટા ટિયાગોના XE,XT (O) વેરિએન્ટ પર 10 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ટાટા ટિયાગોની ખરીદી પર તમને આ ફેસ્ટિવલ સીઝન 28 હજાર રૂપિયાનો લાભ મળશે. ત્યાં ટાટા ટીયાગોના XT,XZ અને XZ+ વેરિએન્ટ પર 10 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. એટલે કે 23 હજાર રૂપિયાનો ફાયદો થશે. ટાટા ટીગોરના પેટ્રોલ વેરિએન્ટ પર 10,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 15000  રૂપિયા એક્સચેંજ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

ટાટા ટીગોર ખરીદનારને 28 હજાર રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. સાથે જ ટાટા નેક્સોનના પેટ્રોલ વેરિએન્ટ પર પણ 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ ઉપરાંત ટાટા નેક્સોનના ડીઝલ વેરિએન્ટ પર 15000 રૂપિયા એક્સચેંજ બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ કંપની તરફથી આપવામાં આવી રહ્યુ છે.

કંપની પોતાની પોપ્યુલર ઇલેક્ટ્રિક કાર ટાટા નેક્સોન EV XZ+ પર 10,000 રૂપિયા એક્સચેંજ બોનસ અને 3000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. એટલે કે નેક્સોન XZ+ ખરીદનારને 13000 રૂપિયાનો લાભ મળશે. ત્યાં ટાટા નેક્સોન EV Luxuri એડિશન પર 15 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ મળી રહ્યુ છે. આ ઉપરાંત કંપની પોતાની સારી SUV ટાટા હેરિયર પર 15000 રૂપિયાનું એક્સચેંજ બોનસ આપી રહી છે.

Shah Jina