આચાર્ય ધીરેન્દ્ર ઘરે રામકથા કરવા આવ્યા હતા, ચેલાએ યજમાનની પત્ની પટાવી લીધી, ભગાડી ગયો પછી બૈરીને કર્યો મોટો ખુલાસો
Dhirendra Acharya’s Disciple Ran Away With Host’s Wife : આપણો દેશ ધાર્મિક દેશ છે અને વાર તહેવારે આપણા દેશમાં ઘણા ઘરની અંદર પૂજા વિધિ પણ થતી હોય છે. આ પૂજા વિધિ માટે પંડિતની પણ જરૂર પડતી હોય છે અને પંડિત ઘરે આવીને સમગ્ર ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના પણ કરે છે. પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેણે સૌના હોંશ ઉડાવી દીધા છે. એક યજમાને ઘરે આચાર્યને કથા કરવા બોલાવ્યા અને તેનો શિષ્ય યજમાનની પત્નીને ભગાડી ગયો.
આચાર્યનો શિષ્ય યજમાનની પત્નીએ ભગાડી ગયો:
આ વિચિત્ર મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના છતરપુરથી. જ્યાં કથાવાર્તા માટે આવેલા કથાકાર ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય યજમાનની પત્નીને ઉપાડી ગયો. પીડિત પતિએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુમ થયાનો ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ ફરિયાદીની પત્ની એક મહિના બાદ મળી આવી હતી.
પત્નીએ પતિ સાથે રહેવાની ના પાડી:
પત્નીના મળ્યા બાદ પોલીસે તેનું નિવેદન લેવા માટે તેને પોલીસ સ્ટેશન બોલાવી હતી. પરંતુ મહિલાએ તેના પતિ સાથે રહેવાની ના પાડી દીધી હતી. તેણે ચિત્રકૂટ ધામના ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. આ કેસ 2021માં શરૂ થયો હતો. તે સમયે મહિલાના પતિ રાહુલ તિવારીએ ગૌરીશંકર મંદિરમાં રામકથાનું આયોજન કર્યું હતું.
કથા દરમિયાન શિષ્ય અને યજમાનની પત્ની વચ્ચે થઇ હતી ઓળખાણ:
ચિત્રકૂટના કથાકાર ધીરેન્દ્ર આચાર્યને કથા સંભળાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ તેમના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રામકથા કરવા આવ્યા હતા. પીડિત રાહુલનો આરોપ છે કે કથા દરમિયાન તેની પત્નીને નરોત્તમ દાસ દુબેએ તેના પ્રેમપ્રકરણમાં ફસાવી હતી. ત્યારપછી બંનેએ એકબીજાનો મોબાઈલ નંબર લઈને વાત કરવાનું શરૂ કર્યું.
પત્નીએ પતિ પર મારઝૂડ કરવાનો લગાવ્યો આરોપ:
આ દરમિયાન 5 એપ્રિલે નરોત્તમ દાસ તેની પત્નીનું અપહરણ કરી ગયો હતો. આ મામલાને લઈને છતરપુરના એસપી અમિત સાંઘીએ કહ્યું કે વિવાદને કારણે મહિલા તેના પતિ સાથે રહેવા માંગતી ન હતી. તેથી કોઈ કેસ બહાર આવતો નથી. મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેનો પતિ તેને મારતો હતો અને હેરાન કરતો હતો, તેથી જ તે તેની સાથે રહેવા માંગતી નથી. આ મામલે હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે.