IAS બનવા માટે આ દિવ્યાંગ વ્યક્તિ રોડ પર પોતાની ત્રણ પૈડાં વાળી સાઇકલ પર વેચે છે સમોસા, અંગ્રેજી તો એવું બોલે છે કે સાંભળીને લોકો રહી જાય છે હક્કાબક્કા

IAS બનવા માટે અભ્યાસ કરી રહેલા આ દિવ્યાંગ યુવકની કહાની આંખોમાં આંસુઓ લાવી દેશે.. પૈસા કમાવવા માટે કરે છે સમોસા વેચવાનું કામ, જુઓ વીડિયો

સરકારી નોકરી મેળવવાનું સપનું મોટાભાગના લોકો જોતા હોય છે. તેમાં પણ IAS અને IPS બનવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે. પરંતુ ત્યાં સુધી પહોંચવું ખુબ જ કઠિન છે. ઘણા લોકોના સપના તેમની આર્થિક સ્થતિના કારણે પણ પડી ભાંગતા હોય છે. તો કોઈ પરીક્ષામાં નિષ્ફળ જતું હોય છે.

પરંતુ હાલ એક એવા વ્યક્તિની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેનો IAS બનવા માટેનો સંઘર્ષ જોઈને તમે પણ ગદગદ થઇ જશો. આ વિડિયો નાગપુરમાં સમોસા વેચતા એક દિવ્યાંગ વ્યક્તિનો છે. આ છોકરો વ્હીલચેર પર બેસીને સમોસા વેચીને ગુજરાન ચલાવે છે. યુટ્યુબર ગૌરવ વાસને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ Swaad Official પર અપલોડ કર્યો છે.

યુવકનું નામ સૂરજ છે અને તેણે નાગપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. વીડિયોમાં સૂરજ અંગ્રેજીમાં બોલતો જોઈ શકાય છે. તે 15 રૂપિયા લેખે એક પ્લેટ સમોસા વેચે છે અને વીડિયોમાં જણાવે છે કે તેને કોઈ કંપનીમાંથી નોકરી નથી મળી, ત્યારબાદ તેણે વ્હીલચેર પર સમોસા વેચવાનું શરૂ કર્યું. તે 15 રૂપિયામાં બે સમોસા સાથે મરચા પણ આપે છે.

ગૌરવ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 40 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વખત વીડિયો જોવામાં આવ્યો છે. આ વિડિયો પોસ્ટ કરતાં ગૌરવે કેપ્શન આપ્યું, “સમોસા IAS અભ્યાસ માટે વેચાય છે. ચાલો તેમને મદદ કરીએ.”

 

View this post on Instagram

 

A post shared by Gaurav Wasan (@youtubeswadofficial)

સૂરજ નાગપુરની શેરીઓમાં બપોરે 3 થી 7 વાગ્યા સુધી સમોસા વેચે છે. ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે કે તેઓ યુવકને મદદ કરવા માંગે છે. એક યુઝરે કહ્યું કે વિકલાંગ થવું તમને સ્વતંત્રતા શીખવે છે. બીજાએ લખ્યું કે હું ભાઈની મહેનતને સલામ કરું છું.” આ રીતે હજારો લોકો આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે અને તે ભાઈની મહેનતને સલામ કરી રહ્યા છે.

Niraj Patel