દુઃખદ: સાઉથની મોટી હસ્તીનું થયું નિધન, અનિલ કપૂર ભાંગી ગયો, આખી ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી

મનોરંજન જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર કે વિશ્વનાથનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. દિગ્દર્શક 92 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને 2 ફેબ્રુઆરીએ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. તેમનું નિધન માત્ર તેલુગુ સિનેમા માટે જ નહીં પણ બોલિવૂડ જગત માટે પણ મોટી ખોટ છે.

સ્ટાર્સ અને પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.ટ્વિટર પર કે વિશ્વનાથને શ્રદ્ધાંજલિ આપતાં અનિલ કપૂરે લખ્યું, “કે વિશ્વનાથજી, મેં તમારી પાસેથી ઘણું શીખ્યું છે. ઈશ્વર ફિલ્મના સેટ પર તમારી સાથે હોવાને કારણે મને મંદિરમાં હોવાનો અહેસાસ થયો… તમે મારા ગુરુ છો…’

જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા લખ્યું કે, “શ્રી કે વિશ્વનાથ ગુરુના નિધનથી દુખી. તેઓ સિનેમાના દિગ્ગજ હતા, પોતાની જાતને એક સર્જનાત્મક અને બહુમુખી દિગ્દર્શક તરીકે અલગ પાડતા હતા.તેમની ફિલ્મોએ વિવિધ શૈલીઓ આવરી લીધી અને દાયકાઓ સુધી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ.”

મેગાસ્ટાર ચિરંજીવી અને જુનિયર એનટીઆર સુધી ઘણા સેલિબ્રિટીઓ અને રાજકારણીઓએ દિગ્ગજને શ્રદ્ધાંજલિ આપી છે. પણ શું તમે જાણો છો કે વિશ્વનાથનું અવસાન એ જ દિવસે થયું હતું જ્યારે તેમની સૌથી પ્રખ્યાત ફિલ્મ ‘શંકરભરણમ’ રિલીઝ થઈ હતી.2 ફેબ્રુઆરી 1980ના રોજ તેમની ફિલ્મ ‘શંકરભરણમ’ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

શરૂઆતમાં થિયેટર લગભગ ખાલી હતા. જો કે, પ્રથમ સપ્તાહના અંત સુધીમાં ચાહકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. આખરે શંકરભરણમે ઘણી જગ્યાએ સિલ્વર જ્યુબિલી ઉજવી. હકીકતમાં આ ફિલ્મ કર્ણાટક અને કેરળના સિનેમાઘરોમાં એક વર્ષ ચાલી હતી. વિશ્વનાથને દાદાસાહેબ ફાળકે અને પદ્મશ્રી જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

દિગ્દર્શક તરીકે કે વિશ્વનાથની પ્રથમ ફિલ્મ 1965માં અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ અભિનીત ‘ગોવરમ’ હતી. તેમની સૌથી મોટી ફિલ્મોમાં શંકરભરણમ, સ્વાથિનુથ્યમ, સાગર સંગમમ અને સ્વયંકૃષિ સામેલ છે. દિગ્દર્શકની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં આવેલી ‘સુભાપ્રદમ’ હતી.

આ સાથે તેમણે ‘કાલીસુંદરમ રા’, ‘નરસિમ્હા નાયડુ’, ‘ટાગોર’ અને ‘મિસ્ટર પરફેક્ટ’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. કે વિશ્વનાથને વર્ષ 2017માં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એનાયત કરવામાં આવ્યો હતો. કે વિશ્વનાથે તેમના જીવનમાં પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને 10 ફિલ્મફેર જીત્યા હતા.

Shah Jina