તો શું ધરતી પર ફરી આવી રહ્યા છે ડાયનાસોર? વૈજ્ઞાનિકોની આ શોધથી હડકંપ

ડાયનાસોર લાખો વર્ષો પહેલા પૃથ્વી પર રાજ કરતા હતા. પાછળથી આ વિશાળ જીવોનો નાશ થયો. હવે ડાયનાસોરની વાર્તાઓ ફક્ત ફિલ્મો અને પુસ્તકોમાં જ જોવા મળે છે કે સાંભળવામાં આવે છે. ડાયનાસોરના અંતને વર્ષો વીતી ગયા છે, પરંતુ વૈજ્ઞાનિકો સમયાંતરે આ પ્રાણી વિશે આશ્ચર્યજનક ખુલાસા કરતા રહે છે. આ દરમિયાન પૃથ્વી પર વિશાળકાય ડાયનાસોરના અસ્તિત્વ સાથે જોડાયેલી બીજી મોટી શોધ સામે આવી છે. (તમામ તસવીરો: પ્રતીકાત્મક)

તાજેતરમાં, આર્જેન્ટિનામાં 100 થી વધુ ડાયનાસોરના ઇંડા મળી આવ્યા હતા. આ પછી હવે યુરોપિયન દેશ સ્પેનમાં વિશાળકાય ડાયનાસોર ‘ટાઈટનોસોર’ના માળામાં 30 ઈંડા સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા છે. આ શોધ સામે આવી ત્યારથી બધા ચોંકી ગયા છે. પુરાતત્વવિદોએ ઉત્તરી સ્પેનમાં લોઆરે ખોદકામ સ્થળ પરથી બે ટનની નીચેની ખડકમાંથી આ ઈંડા શોધી કાઢ્યા છે. આવો આજે આ અહેવાલમાં જાણીએ શું છે સમગ્ર મામલો.

અહેવાલો અનુસાર, આ ઇંડા સપ્ટેમ્બર મહિનામાં જ મળ્યા હતા, પરંતુ હવે તેનો ખુલાસો થયો છે. ટાઇટનોસોરના 30 ઈંડાની શોધ બાદ પુરાતત્વવિદોનું માનવું છે કે પથ્થરની નીચે 70 વધુ ઈંડા દટાયેલા હોઈ શકે છે. ટાઇટનોસોર લાંબી ડોકવાળા ડાયનાસોર હતા જે લગભગ 6.6 કરોડ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. હાલમાં, પ્રાણીઓની તપાસમાં બહાર આવ્યું છે કે આ માળાઓ ટાઇટનોસોરના હતા. આ વિશાળ પ્રાણીની ગરદન લાંબી અને વિશાળ પૂંછડી હતી. નિષ્ણાતોના મતે તેની પૂંછડી 66 ફૂટ સુધીની હશે.

નોવા યુનિવર્સિટી લિસ્બનના સહયોગથી યુનિવર્સિટી ઓફ ઝરાગોઝાના પેલેઓન્ટોલોજિસ્ટ્સની ટીમ દ્વારા આ ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. નોવા યૂનિવર્સિટી સાથે જોડાયેલા મોરેનો અજાન્ઝાના જણાવ્યા અનુસાર, ખડકોમાંથી લગભગ 30 ઈંડા મળી આવ્યા છે. મોરેનો અજાન્ઝાએ કહ્યું કે વર્ષ 2021માં શરૂ કરાયેલા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશાળ માળાને નિકાળવાનો હતો. આ ઈંડાને ખડકની અંદર દફનાવવામાં આવ્યા હતા જેનું વજન 2 ટન હતું.

અજંજાએ એ પણ જણાવ્યું કે 5 લોકોની ટીમે લગભગ 50 દિવસ સુધી સતત 8 કલાક સુધી ખોદકામ કર્યું. જે બાદ ડાયનાસોરનો માળો હટાવી દેવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આટલા મોટા પથ્થરને હટાવવું અત્યંત મુશ્કેલ હતું. આ ઇંડા અવશેષો બની ગયા હતા. અજંજાના જણાવ્યા અનુસાર, ત્યાંથી 10 નાના ખડકો દૂર કરવામાં આવ્યા છે અને હાલમાં લોઅરના વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે. બાદમાં તેને મ્યુઝિયમમાં રાખવામાં આવશે, જેથી મ્યુઝિયમના મુલાકાતીઓ જાણી શકે કે આ ઈંડા કેવી રીતે અવશેષ બન્યા.

આના ઉપરાંત, આના થોડા દિવસો પહેલા, આર્જેન્ટિનામાં પણ લગભગ 100 ડાયનાસોરના ઇંડા મળી આવ્યા હતા. આ ઈંડાં આર્જેન્ટિનામાં ડાયનાસોરના માળામાંથી મળી આવ્યા હતા. તેમજ આ ઈંડા મળવાને કારણે વિશ્વમાં પ્રથમ વખત ડાયનાસોરના ટોળામાં રહેતા હોવાની જાણકારી મળી હતી. સૌથી મોટી વાત એ છે કે આ ઈંડામાં હજુ પણ ભ્રૂણ બનેલા હતા.

YC