ખબર

કેનેડા-યુએસ બોર્ડર ઉપરથી અમેરિકામાં પ્રવેશ કરતા બરફની ચાદર નીચે થીજીને મોતને ભેટેલા ગુજરાતી પરિવારનું સોમવારે વતનમાં બેસણું

થોડા સમય પહેલા કલોલના એક ગામનો પરિવાર અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ તેમનું સપનું કેનેડા-યુએસ બોર્ડર ઉપર જ રોળાઈ ગયું હતું. હાડ થીજવતી માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે પરિવારના ચારેય સભ્યોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો.આ ઘટનમાં પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં પ્રવેશ કર્યા પછી સ્થાનિક એજન્ટને રૂપિયા 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું.

જેમાં અમેરિકા ઉતર્યા પછી જીગ્નેશ પટેલ ફોન કરીને જાણ કરવાનો હતો, પરંતુ  એ પહેલા જ પરિવારને તેમના અમેરિકા પહોંચવાનો ફોન આવે એના પહેલા જ તેમના મોતના સમાચાર મળ્યા.ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની 35 વર્ષીય જગદીશભાઈ બળદેવભાઈ પટેલ અને તેમના 33 વર્ષીય પત્ની વૈશાલીબેન, 12 વર્ષીય પુત્રી વિહંગા(ગોપી) અને 3 વર્ષીય પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા.

ત્યારે કેનેડા-યુએસ બોર્ડર ઉપર મોતને ભેટેલા લોકોમાં આ પટેલ પરિવારના જ ચાર સભ્યો હતા.આ ઘટના બાદ કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા પટેલ પરિવારને 66 હજાર ડોલરનો ફાળો પણ એકઠો કરી મોકલી આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. કેનેડાની તપાસ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં માનવ તસ્કરીની દિશામાં તપાસ આગળ વધારીને ગ્રુપના અન્ય સાત લોકોની પણ અટકાયત કરી લેવાઈ હતી.

ત્યારે હવે મૃતકોના ગામ ડીંગૂચામાં સોમવારના રોજ ગામની અંદર જ આવેલ બ્રહ્માણી વાડીની અંદર પટેલ પરિવાર દ્વારા સાડા આઠથી સાડા દસ કલાક દરમિયાન શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકો દ્વારા સોમવારના રોજ ગામમાં યોજાયેલ આ બેસણામાં આવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.