તારક મહેતાના જેઠાલાલનો ટપુ ચઢ્યો ઘોડીએ, ખુબ જ નાચ્યા પિતા દિલીપ જોશી, શોને છોડી ચૂકેલા કલાકારો પણ આવ્યા નજર, દયાબેનની થઇ એન્ટ્રી, જુઓ

શાહી અંદાજમાં થયા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના દીકરા રીત્વિકના લગ્ન, દિશા વાંકાણી સમેત શોની સ્ટાર કાસ્ટ આવી નજર, જુઓ વીડિયો

Dilip Joshi’s son’s marriage : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે. આ બંને સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં જ દયા ભાભી એટલે કે દિશા વાકાણીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સાથે જોવા મળી હતી. આ તસવીર ગોકુલધામની નથી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના રિયલ લાઈફ ટપ્પુ એટલે કે તેમના પુત્ર રિત્વિકના લગ્નની છે.

જેઠાલાલના દીકરાના થયા લગ્ન :

અભિનેતાએ તેમના પુત્રના લગ્નના ફંક્શનની તસવીરો અને વીડિયો ભવ્ય અંદાજમાં જાહેર કર્યા છે. આ ફંક્શનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય રીતે થયા. આ વેડિંગ ફંક્શન કોઈ શાહી લગ્નથી ઓછું નહોતું. દરેક વ્યક્તિ શાનદાર કપડાંમાં સજ્જ જોવા મળ્યા હતા. લગ્ન એક ભવ્ય સ્થળે યોજાયા હતા, જેનો નજારો ખૂબ જ સુંદર હતો.

રિસોર્ટમાં યોજાયા ભવ્ય લગ્ન :

તળાવના કિનારે બનેલા રિસોર્ટમાંથી લગ્નનો વીડિયો સામે આવ્યો છે. દિલીપ જોષીનો દીકરો તેની માતા સાથે હાથમાં તલવાર લઈને આગળ ચાલી રહ્યો છે. તેમની પાછળ દિલીપ જોષી દેખાય છે. તેની પાછળ તેની પુત્રી દેખાય છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીએ પોતાની દીકરીના લગ્ન આ જ સ્ટાઈલમાં કર્યા હતા. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી.

દિશા વાંકાણી સમેત સ્ટારકાસ્ટ આવી નજર :

આ ફંકશન પહેલા મહેંદી અને હલ્દી ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત ફંક્શનમાં પણ સેલેબ્સનો ધસારો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટ પણ આવી પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ દરમિયાન દિશા વાકાણીએ પણ ભાગ લીધો હતો. અભિનેત્રી સિમ્પલ સ્ટાઇલમાં લાઇમલાઇટ ચોરી કરતી જોવા મળી હતી. લગ્નના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત સંગીત અને હલ્દીની સાથે ગરબા નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Saas Bahu Aur Saazish (@sbsabpnews)

તારક મહેતાના જેઠાલાલનો ટપુ ચઢ્યો ઘોડીએ, ખુબ જ નાચ્યા પિતા દિલીપ જોશી…મહેંદી સેરેમનીમાં પણ લગાવ્યા ઠુમકા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel