તારક મહેતાના જેઠાલાલ પણ રંગાયા વાયરલ ટ્રેન્ડના રંગમાં, જલેબી-ફાફડાની એવી રીલ બનાવી કે લોકોને મજા મજા પડી ગઈ, જુઓ

તારક મહેતાના જેઠાલાલ પણ રંગાયા વાયરલ ટ્રેન્ડના રંગમાં, જલેબી-ફાફડાની એવી રીલ બનાવી કે લોકોને મજા મજા પડી ગઈ, જુઓ

dilip joshi viral trend video : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ ઇન્સ્ટાગ્રામ રીલની અંદર ઘણા ક્રિએટરો એવા એવા વીડિયો બનાવે છે જે ટ્રેન્ડિંગમાં પણ આવી જતા હોય છે અને પછી બીજા લોકો પણ આ વાયરલ ટ્રેન્ડિંગ પર પોતાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે.

ત્યારે આ ટ્રેન્ડિંગ રીલમાં માત્ર સામાન્ય લોકો જ નહિ સેલેબ્સ પણ જોડાય છે અને સેલેબ્રિટીઓ પણ આ વાયરલ ટ્રેન્ડ પર પોતાના વીડિયો પોસ્ટ કરતા હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા અભિનેતા દિલીપ જોશીનો પણ સામે આવ્યો છે. જેમાં તેમણે પણ એક વાયરલ ટ્રેન્ડ પર પોતાનો વીડિયો બનાવ્યો છે.

હાલ ઇન્સ્ટાગ્રામ રીલમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ આગળ ભાગી રહ્યો છે અને તેની પાછળ બીજી વ્યક્તિ ભાગી રહી છે. આગળ ભાગી રહેલા વ્યક્તિના ઉપર હેડિંગમાં એક શબ્દ લખ્યો હોય છે અને પાછળ ભાગી રહેલા વ્યક્તિના ઉપર બીજો શબ્દ, જેના દ્વારા એ બતાવવામાં આવે છે કે આ વસ્તુ તેની પાછળ પડી છે.

ત્યારે જેઠાલાલે પણ આ વાયરલ ટ્રેન્ડને અજમાવ્યો અને તેમણે પણ આ ટ્રેન્ડ પર વીડિયો બનાવ્યો, જેમાં એક વ્યક્તિ આગળ ભાગી રહ્યો છે તેના પર લખેલું છે “ડાયેટ” અને તે વ્યક્તિની પાછળ જેઠાલાલ ભાગી રહ્યા છે અને તેમાં પર લખેલું છે “જલેબી- ફાફડા”. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દિલીપ જોશી મૂળ ગુજરાતી છે અને ફાફડા જલેબી પ્રત્યેના તેમના પ્રેમને આખી દુનિયા જાણે છે, ત્યારે હવે લોકોને દિલીપ જોશી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 19 લાખ કરતા વધારે લોક જોઈ ચુક્યા છે અને 3 લાખ 88 હજાર કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો છે. ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel