દિલીપ જોશીએ પણ લત્તા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ, ભાવુક કરી દેશે ભાવુક કરી દેશે શબ્દો, જુઓ તસ્વીર

ભારત રત્ન લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. લતા મંગેશકર તિરંગામાં લપેટાઈને પોતાની અંતિમ યાત્રાએ નીકળી પડ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા મહાન ગાયકની ઘણી તસવીર સામે આવી, જેને જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ. પોતાના કોયલ જેવા અવાજથી લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર લતા મંગેશકરની અંતિમ ઝલક માટે હજારો લોકો એકઠા થયા હતા. તેમની છેલ્લી તસવીરમાં મહાન ગાયિકા ત્રિરંગામાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બહેન આશા ભોસલે તેમના અંતિમ સમયે તેમના માથા પાસે જ બેસેલા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લત્તા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા બોલિવુડ સ્ટાર્સ સહિત નેતાઓ પર આવ્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લત્તા મંગેશકરને અંતિમ વિદાય આપવા આવી પહોચ્યા હતા. ઘણા સ્ટાર્સ લતાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને હવે આ લિસ્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દીલિપ જોશી પણ સામેલ થયા છે.

દીલિપ જોશીએ તેમના ઇન્સ્ટા સ્ટોરી પર લતાજી સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે એક કેપ્શન પણ લખ્યુ હતુ કે સાક્ષાત સરસ્વતી. આ ઉપરાંત તેમણે આગળ લખ્યુ કે તમારી મહાનતા અને અસંખ્ય યાદો માટે આભાર… તસવીર જોતા એવું લાગી રહ્યુ છે કે, લતાજી કંઇક કહી રહ્યા છે અને દીલિપ જોશી તેમને ખૂબ જ સારી સાંભળી રહ્યા છે. તેઓ લતાજીની નીચે બેસેલા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સ્વર કોકિલા લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. લતા મંગેશકરનું રવિવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. લતા દીદીને કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સ્થિર હતી, પરંતુ શનિવારે અચાનક તેમની તબિયત લથડી હતી જેના પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાદ રવિવારે તેમના નિધનના સમાચાર આવ્યા.

Shah Jina