શું હવે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પણ “તારક મહેતા..” છોડવાની તૈયારી કરી રહ્યા છે ? જાણો શું કહ્યું જેઠાલાલે આ બાબતે

છેલ્લા 13-14 વર્ષથી દર્શકોને એકધાર્યું મનોરંજન કરાવી રહેલા શો “તારક તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા”એ આજે દરેક ઘરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે, આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે અને તેમાં પણ આ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીનું તો કહેવું જ શું ? દિલીપ જોશીએ બોલીવુડના મોટા મોટા અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે, અને તારક મહેતા દ્વારા તેમને પોતાની આગવી ઓળખ ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરી છે.

દિલીપ જોશી તારક મહેતા શો સાથે શરૂઆતથી જ જોડાયેલા છે. વર્ષ 2008માં શરૂ થયેલા આ શોમાં તેમને જેઠાલાલનું પાત્ર ભજવી અને દર્શકોને મનોરંજન પીરસવાનું શરૂ કર્યું હતું અને આજે પણ તેમનું પાત્ર લોકોને ભરપૂર મનોરંજન કરાવે છે. શોમાં તેમની પત્ની દયાબેનનો અભિનય કરી રહેલ અભિનેત્રી દિશા વાંકાણી છેલ્લા ઘણા સમયથી શોમાં નથી જોવા મળી રહ્યા, ત્યારે હવે જેઠાલાલ પણ શો છોડી રહ્યા છે તેવી અટકળો સામે આવી છે. ત્યારે દિલીપ જોશીએ જ આ ખબરો ઉપર પોતાનો જવાબ આપ્યો છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું કે તેઓ શો છોડી રહ્યા નથી. તેમને કહ્યું, “મને લાગે છે કે જ્યારે આ શો સારો ચાલી રહ્યો છે તો તેને કારણ વગર કેમ છોડી દેવો જોઈએ.” તેમણે એ પણ કહ્યું કે “આ શોના કારણે જ તેમને ઘણો પ્રેમ મળ્યો છે અને તે તેને કોઈ કારણે ખબરાબ કરવા નથી માંગતો.”  આ રીતે દિલીપ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે તે તારક મહેતા શોમાં જેઠાલાલના પાત્રમાં જોવા મળશે.

દિલીપ આ શો પહેલા બેરોજગાર હતો, તેમણે કહ્યું, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને સાઈન કરતા પહેલા એક વર્ષથી વધારે સમય સુધી મારી પાસે કોઈ નોકરી નહોતી, જે સીરીયલમાં હું કામ કરી રહ્યો હતો તે ઓફ એર થઇ ગઈ હતી. જે નાટકનો હું ભાગ હતો તેનો રનટાઇમ ખતમ થઇ ગયો હતો. જેના કારણે મારી પાસે કોઈ કામ નહોતું.”

તેમને આગળ જણાવ્યું કે, “આ એક મુશ્કેલ સમય હતો. અને મને સમજમાં નહોતું આવી રહ્યું કે મારી શું કરવું જોઈએ કે પછી મારી ફિલ્ડ બદલવું જોઈએ. પરંતુ ભગવાનની કૃપાથી “તર્ક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની ઓફર મળી ગઈ અને આ શો એટલો હિટ થઇ ગયો કે પાછળ વળીને જોયું જ નહીં.”

દિલીપ જોશીએ કહ્યું કે તેમને બેકસ્ટેજ કલાકારના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેમને કહ્યું, “મેં વ્યવસાયિક મંચ ઉપર એક બેકસ્ટેજ કલાકારના રૂપમાં શરૂઆત કરી હતી. કોઈપણ મને રોલ નહોતું આપતું. મને એક પાત્રના 50 રૂપિયા મળતા હતા. પરંતુ થિયેટર કરવાનું જૂનુન હતું. કોઈ ફર્ક નહોતો પડતો કે આ એક બેકસ્ટેજ ભૂમિકા છે. ભવિષ્યમાં મોટી ભૂમિકા આવશે પરંતુ હું ફક્ત થિયેટર સાથે જોડાયેલો રહેવા માંગતો હતો.”

Niraj Patel