“તારક મહેતા”ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ ખરીદી લગ્ઝરી કાર, કિંમત જાણી આંખે અંધારા આવશે

જેઠાલાલ આ દીવાળી પર ઘરે લાવ્યા નવી લગ્ઝરી કાર, અધધધ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીનો ભાવ સાંભળીને ઊંઘી નહિ શકો

ટીવી ઉપર ના સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે. છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા તારક મહેતાના કલાકારો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ કલાકારોને લાખો લોકો અનુસરે છે. ત્યારે આ શોના સૌથી ખ્યાતનામ અભિનેતાનું નામ જો કોઈ પૂછે તો દરેકના મોઢે એક જ જવાબ આવે “જેઠાલાલ.”

જેઠાલાલ આ શોની અંદર શરૂઆતથી જ જોડાયેલા છે. સોશિયલ મીડિયામાં પણ તેમને લાખો લોકો ફોલો કરે છે અને તેમની તસવીરો તેમજ તેમના દ્વારા કરવામાં આવતી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી. ત્યારે દર્શકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય કે તારક મહેતાના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એક એપિસોડ માટે કેટલો ચાર્જ લેતા હશે ?

મીડિયા રિપોર્ટ અનુસાર તારક મહેતામાં જેઠાલાલનું કિદાર નિભાવવા વાળા દિલીપ જોશી આ શોના સૌથી વધુ ફી લેનારા કલાકાર છે. જેઠાલાલને દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચુકવવામાં આવે છે.

તમને બધાને એ ખબર જ હશે કે દિલીપ જોશીએ તારક મહેતામાં કામ કરતા પહેલા ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમને સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું હતું કે “ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કામ કરવા છતાં પણ મને એ ઓળખ ના મળી જે જેઠાલાલના પાત્રએ તેમને અપાવી હતી.”

દિલીપ જોશીએ ફિલ્મોમાં ડેબ્યુ સલમાન ખાનની ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી કર્યુ હતુ. આ સલમાન ખાન અને ભાગ્યશ્રીની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશીએ સલમાનના નોકરનું પાત્ર ભજવ્યુ હતુ. તેમનો રોલ એટલો સ્ટ્રોન્ગ ન હતો પરંતુ તેમના ડ્રેસિંગ સેંસ અને હ્યુમરની ખૂબ પ્રશંસા થઇ હતી.

આ ઉપરાંત દિલીપ જોશીએ ઘણી ધારાવાહિકમાં પણ કામ કર્યુ છે. “દો ઔર દો પાંચ”, “વાહ કયા બાત હે”, “કોરા કાગજ” સહિત અનેક ટીવી શોમાં તેઓ જોવા મળ્યા છે. તેમણે બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. દિલીપ જોશી “મેંને પ્યાર કિયા”, “હમ આપકે હે કૌન”, “ફિર ભી દિલ હે હિંદુસ્તાની” જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમની અસલી ઓળખ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી. આ શોમાં તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. માત્ર 25 દિવસ કામ કરવા માટે આશરે 36 લાખ રૂપિયા લે છે ફી

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ દિવાળીના અવસર પર નવી લક્ઝરી કાર ખરીદી છે. દિલીપ જોશીની નવી કાર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લોકપ્રિય બનેલા દિલીપ જોશી વર્ષોથી તેમના કોમેડી એક્ટથી દર્શકોને હસાવતા રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની પણ સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.

દિલીપ જોશીની આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ અને યાદગાર રહી. દિલીપ જોશીએ દિવાળીના ખાસ અવસર પર એક લક્ઝરી કાર ખરીદી હતી. દિલીપ જોશીએ કાળા રંગની Kia Sonet સબકોમ્પેક્ટ SUV ખરીદી છે. આ કારની કિંમત રૂ. 12.29 લાખથી શરૂ થાય છે. દિલીપ જોશીએ દિવાળી નિમિત્તે કારની ડિલિવરી લીધી છે. દિલીપ જોશી તેમના પરિવાર સાથે નવી કાર સાથે તસવીર ક્લિક કરાવતા જોવા મળી રહ્યા છે.

સબકોમ્પેક્ટ એસયુવીમાં 1.2-લિટર પેટ્રોલ, 1.0-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન વિકલ્પો છે. આ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ IMT, 7-સ્પીડ DCT અને ટોર્ક કન્વર્ટનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ચાહકો લાંબા સમયથી વિચારતા હતા કે તેણે રિયલ લાઈફમાં પણ દિશા વાકાણી સાથે લગ્ન કર્યા છે.

દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મારી સાથે રોજ આવું થાય છે. શોના ચાહકોને લાગે છે કે લોકોને લાગે છે કે હું જેઠાલાલ છું દિલીપ જોશી નહીં. ઘણા લોકોને લાગે છે કે મેં દયા એટલે કે દિશા વાકાણી સાથે લગ્ન કર્યા છે. તે વાસ્તવિક જીવનમાં પણ મારી પત્ની છે. પરંતુ એવું નથી. દિલીપ જોશીએ કહ્યું હતું કે દર્શકો દ્વારા આ રીતે પાત્ર તરીકે સ્વીકારવું એ કોઈપણ અભિનેતા માટે મોટી ઉપલબ્ધિ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મ’માં અત્યાર સુધી ઘણા કલાકારો બદલાયા છે પરંતુ દિલીપ જોશી શોની શરૂઆતથી જ સાથે રહ્યા છે. તેમના સિવાય ઘણા એવા કલાકારો છે જેમણે શરૂઆતથી અત્યાર સુધી આ શોનો હાથ પકડ્યો છે.

Shah Jina