કોણ છે ‘તારક મહેતા’ના ‘જેઠાલાલ’ ઉર્ફે દીલિપ જોશીની વહુ…જાણો

Who Is Unnati Gala: પોપ્યુલર એક્ટર દીલિપ જોશીના ઘરે હાલમાં ખુશીઓનો માહોલ છે. તારક મહેતાના જેઠાલાલ બીજીવાર સસરા બની ગયા છે. હાલમાં એક્ટરના દીકરા ઋત્વિકે તેની ગર્લફ્રેન્ડ ઉન્નતી ગાલા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણા વાયરલ થઇ રહ્યા છે.

દિલીપ જોશીના દીકરાએ કર્યા લગ્ન

લગ્નમાં બધી રસ્મો નિભાવવામાં આવી હતી, જેના પણ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. દીલિપ જોશીના દીકરાના લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા કલાકારો પણ પહોંચ્યા હતા. દિશા વાકાણી પણ દીકરી સાથે જોવા મળી હતી. ત્યાં સોશિયલ મીડિયા પર સામે આવેલ વીડિયોમાં દીલિપ જોશીની વહુના હાથોમાં મહેંદી પણ જોવા મળી.

કોણ છે દીલિપ જોશીની વહુ ઉન્નતિ ગાલા ?

દીલિપ જોશીના દીકરાના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ બધા તેની ખૂબસુરતીના દીવાના થઇ રહ્યા છે. લોકો એ જાણવા ઇચ્છે છે કે દીલિપ જોશીની વહુ કોણ છે અને શું કરે છે. તો જણાવી દઇએ કે, દીલિપ જોશીની વહુ ઉન્નતિ ગાલા પણ વ્યવસાયે એક એક્ટર છે. તે ગુજરાતી થિએટર્સ આર્ટિસ્ટ છે, તેને ગુજરાતી પ્લેમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

શું કરે છે દીલિપ જોશીનો દીકરો ?
દીલિપ જોશીના દીકરા ઋત્વિકની વાત કરીએ તો, તે પણ વ્યવસાયે એક એક્ટર છે અને તે ફિલ્મ ધમાકામાં નજર આવી ચૂક્યો છે. તે એક સ્ક્રીન રાઇટર પણ છે તેણે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ પણ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina