ભારત પાકિસ્તાનની મેચમાં એક કપલ એવું બેનર લઈને પહોંચ્યું જે વાયરલ થઇ ગયું, અંદર લખ્યું હતું, “દિલ હે હિન્દુસ્તાની પર બીવી પાકિસ્તાની !” જુઓ તસવીરો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભલે તણાવ હોય, પરંતુ વિદેશમાં રહેતા બંને દેશોના લોકો એકબીજા સાથે ખૂબ જોડાયેલા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કપલમાંથી કોઈ પાકિસ્તાનને ચીયર કરે છે તો તેનો પાર્ટનર ભારતનો ધ્વજ ઊંચો રાખે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની શાનદાર મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. એક કપલની તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં તે વ્યક્તિ હાથમાં ખાસ પ્લેકાર્ડ પકડેલો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં વ્યક્તિના હાથમાં જે પ્લેકાર્ડ છે તેના પર મોટા અક્ષરોમાં લખેલું છે, “દિલ હૈ હિન્દુસ્તાની, લેકીન બીવી પાકિસ્તાની….” દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા આ કપલ તસવીરમાં હસતા જોવા મળે છે. તેમની પાછળ પણ દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે અને ભારતીય ધ્વજ લહેરાતા જોવા મળે છે.

આ કપલની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં પતિ હાથમાં કાર્ડબોર્ડ ઉપર લખાણ લખીને તેને દર્શાવતો જોવા મળે છે. આ ઉપરાંત એક તસવીરમાં તે સ્ટેડિયમની બહાર ઉભેલા પણ જોવા મળે છે. અન્ય એક તસવીરમાં બે વ્યક્તિઓ આ પ્લે કાર્ડને સામે રાખીને તસવીર ક્લિક કરતા પણ જોઈ શકાય છે. તો એક તસ્વીરમાં વિરાટ કોહલીને તેમને કેપ્ચર કર્યો છે.

આ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચની જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો. ભારતીય ટીમને અંતિમ 4 બોલમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. હાર્દિકે આગળનો બોલ કવર તરફ રમ્યો પણ તે સીધો ફિલ્ડરના હાથમાં ગયો. હવે 3 બોલમાં 6 રનની જરૂર હતી.  બીજા જ બોલ પર હાર્દિક પંડ્યાએ લોંગ ઓન પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ પહેલા 19મી ઓવરમાં હાર્દિકે હરિસ રઉફ સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા.

Niraj Patel