ડિજિટલ કોન્ડમ થયું લોન્ચ, બજારમાં આવતાની સાથે જ મચી ગઈ સનસનાટી ! જાણો કઈ રીતે કરે કામ

જર્મનીની એક કંપનીએ ડિજિટલ કોન્ડમ લોન્ચ કરીને ભારે હલચલ મચાવી દીધી છે.આ ડિજિટલ કોન્ડમ કપલની અંગત પળો દરમિયાન કેવી રીતે કામ કરે છે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.જો તમે પણ જાણવા માગો છો કે ડિજિટલ કોન્ડમ કેવી રીતે કામ કરે છે, તો આ લેખ વાંચો.તમને આ જાણીને નવાઈ લાગશે,પરંતુ ‘ડિજિટલ કોન્ડમ’ લોન્ચ કરવામાં આવ્યું છે.ટેક્નોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે હવે કોન્ડમ ડિજિટલ થઈ ગયા છે.

પરંતુ તે કેવી રીતે કામ કરે છે?આ એક મોટો પ્રશ્ન છે.જર્મન સેક્સ્યુઅલ વેલનેસ બ્રાન્ડ બિલી બોય નામની એક કંપનીએ આ કોન્ડમ લોન્ચ કર્યું છે,જે વાસ્તવમાં એક એપ છે.આ એપનું નામ કેમડોમ.છે આ કોઈ સામાન્ય કોન્ડમ નથી,પરંતુ એક એપ છે. આ તમારા ફોનને સિક્રેટ મોડમાં મૂકે છે.જ્યારે આ એપ સક્રિય રહેશે,ત્યારે સ્માર્ટફોનનો કેમેરા અને માઈક તમારી પરવાનગી વગર કંઈપણ રેકોર્ડ કરી શકશે નહીં.ઘણીવાર એવું જોવા મળે છે કે આત્મીયતા દરમિયાન વિડિયો કે વોઈસ રેકોર્ડિંગ કરવામાં આવે છે.પરંતુ આ એપ તમને આમ કરવાથી રોકે છે,અને કપલની અંગત પળો ને મજબૂત બનાવે છે.

બિલી બોયની ડિજિટલ કોન્ડમ એપ લોકોને આત્મીયતા દરમિયાન કૌભાંડોમાં ફસાઈ જવાથી બચવામાં મદદરૂપ કરે છે.તેની શરૂઆતથી,લોકો તેના વિશે તેમના અભિપ્રાય બનાવી રહ્યા છે.આ એપ સ્માર્ટફોનના કેમેરા અને માઇક્રોફોનને બંધ કરવા માટે બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.કંપનીના જણાવ્યા અનુસાર, તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.ડિજિટલ કોન્ડમ એપ એટલે કે કેમડોમનો ઉપયોગ કરવા માટે તમારે એપ શરૂ કરવી પડશે.આ પછી વર્ચ્યુઅલ બટનને સ્વાઇપ કરવા નું રહેશે.આવું કરતા ની સાથે જ ફોનનો કેમેરા અને માઇક્રોફોન બંધ થઈ જાય છે.

જો કોઈ પાર્ટનર જાણી જોઈને ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કરે છે,તો એપ એક્ટિવેટ થઈ જશે.તે તરત જ એલર્ટ કરશે અને એલાર્મ વગાડશે.ડિજિટલ કોન્ડમ એપની મદદથી અલગ-અલગ ડિવાઈસના કેમેરા અને માઈક્રોફોનને એક જ સમયે સ્વીચ ઓફ કરી શકાય છે.હાલમાં આ એપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવી છે. બિલી બોયએ આને સુનિશ્ચિત કરવા માટે લોન્ચ કર્યું છે કે ખાનગી ક્ષણો દરમિયાન તમારી પરવાનગી વિના કંઈપણ રેકોર્ડ કરવામાં ન આવે.

Devarsh