અભિનેત્રી દિયા મિર્ઝાની ૨૫ વર્ષની ભત્રીજીને મળ્યું ખુબ જ દર્દનાક મૃત્યુ, ફેન્સ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાના પરિવારમાંથી એક ખૂબ જ દુખદ ખબર સામે આવી. દિયા મિર્ઝાની 25 વર્ષિય ભત્રીજી તાન્યા કાકડેનું રોડ એક્સીડન્ટમાં નિધન થયુ હતુ. આ સમાચાર દિયા દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ શેર કરતા તેણે ભત્રીજી તાન્યાનો એક ફોટો પણ શેર કર્યો હતો અને સાથે જ ખૂબ જ ઇમોશનલ નોટ પણ લખી હતી. આ ક્ષણો દિયા મિર્ઝા અને તેના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે.

ભત્રીજીનો ફોટો શેર કરતી વખતે દિયા મિર્ઝાએ કેપ્શનમાં લખ્યું- મારી ભત્રીજી, મારી બેબી ગર્લ, મારી પ્રિય. તેણે આ દુનિયા છોડી દીધી. જ્યાં પણ તમે હોવ ત્યાં તમને શાંતિ અને પ્રેમ મળે. તમે હંમેશા અમારા હૃદયને ખુશ કર્યા છે. ઓમ શાંતિ. દિયા મિર્ઝાની ભત્રીજી તાન્યા કાકડેનું કાર અકસ્માતમાં મોત થયું હતુ. તાન્યા કોંગ્રેસના નેતા ફિરોઝ ખાનની પુત્રી છે. તાન્યા માત્ર 25 વર્ષની હતી અને આટલી નાની ઉંમરમાં તેણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. તાન્યાની કારનો અકસ્માત શમશાબાદ એરપોર્ટ રોડ પર થયો હતો.

તે તેના મિત્રો સાથે કારમાં ઘરે પરત ફરી રહી હતી. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તાન્યાની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સમયે કારમાં હાજર અન્ય બે લોકો ખતરાની બહાર હોવાનું કહેવાય છે. શમશાબાદ ACPના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે લગભગ 12:05 વાગ્યે શમશાબાદ રોડ પર એક I-20 કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં તાન્યાને માથામાં ગંભીર ઈજા થઈ હતી.તાન્યાને તાત્કાલિક સ્માનિયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.પોલિસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાન્યા બ્યુટિશિયન તરીકે કામ કરતી હતી. તાન્યાએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે દિયા મિર્ઝાને તેના કામ માટે પ્રેરણા માને છે. તાન્યાએ કહ્યું- હું મારા જીવનમાં હાજર તમામ મજબૂત મહિલાઓને જોઈને અને શીખીને મોટી થઈ છું. મારી માતા, મારી નાની, દીપા દાદી અને મારી કાકી દિયા મિર્ઝા.દિયાએ આ દુખદ સમાચાર શેર કરતાની સાથે જ ચાહકો, અનુયાયીઓ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ કોમેન્ટ કરીને શોક વ્યક્ત કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial)

સુનીલ શેટ્ટી, ગૌરવ કપૂર, ઇશા ગુપ્તા, સિદ્ધાંત ચતુર્વેદી, રિદ્ધિમા કપૂર સાહની અને અન્ય લોકોએ દિયાની પોસ્ટ પર કમેન્ટ કરી. આ ઉપરાંત બોમન ઈરાનીએ પણ હાથ જોડવાવાળું ઇમોજી કમેન્ટમાં પોસ્ટ કર્યુ હતુ. અર્જુન રામપાલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, “દિયા આ સાંભળીને દુઃખી છીએ. તેમની આત્મા અને તમારા બધા પરિવારને સંવેદના અને પ્રાર્થના. ઓમ શાંતિ.”

Shah Jina