મનોરંજન

દિયા મિર્ઝાના બાળકની હાલત જોઈને છલકાયો કરીનાથી લઈને મલાઈકાનો પ્રેમ, જુઓ

દિયા મિર્ઝાના બાળકની હાલત જોઈને ફેન્સ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જુઓ કરીના અને મલાઈકાએ શું કર્યું

બોલીવુડમાંથી એક ખુબ જ સારી ખુશ ખબરી આવી છે. અભિનેત્રી દિયા મિર્ઝા માતા બની ચુકી છે અને તેને બે મહિના પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો, પરંતુ તેને આ વાત છુપાવીને રાખી અને આજે 14 જુલાઈના રોજ પોતાના સોશિયલ મીડિયા ઉરપ તેને એક તસ્વીર શેર કરી અને આ વાતની જાણકારી આપી છે.

દિયા મિર્ઝાના માતા બનાવવા ઉપર ઇન્ડસ્ટ્રીમાં રહેલા તેના ફ્રેન્ડ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. જેમાં કરીનાથી લઈને અનુષ્કા શર્મા પણ સામેલ છે. દિયા મિર્ઝા એ આ ખુશ ખબરી કેમ મોડી આપી તેનું કારણ પણ તેને જણાવ્યું છે.

દિયાએ માતા બનવાની ખુશી શેર કરતા પોતાના લાડલાના નાના નાના હાથની ક્યૂટ તસ્વીર શેર કરી છે. જેને દિયાએ પોતાના આંગળીઓથી પકડી રાખ્યો છે. દિયાએ જણાવ્યું છે કે તેને 14 મેના રોજ પોતાના દીકરા અવ્યાન આઝાદ રેખીને જન્મ આપ્યો છે.

અભિનેત્રીએ જણાવ્યું છે કે તેના દીકરાનો જન્મ 14 મેના રોજ પ્રિમેચ્યોર રીતે જ થઇ ગયો હતો અને તેની દેખરેખ આઇસીયુમાં ચાલી રહી હતી. લગભગ બે મહિના બાદ આજે ચાહકો સાથે દિયાએ આ ખુશ ખબરી શેર કરી છે.

અભિનેત્રીએ જણાવ્યું છે કે પ્રેગ્નેન્સી દરમિયાન તેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઇ ગયું હતું અને જીવલેણ હાલત બની ગઈ હતી. એવામાં ઇમરજન્સી સી સેક્શન દ્વારા તેના દીકરાનો સમય પહેલા જ જન્મ થઇ ગયો હતો. જેના બાદ તેને આઈસીયુમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

દિયા મિર્ઝાની આ પોસ્ટ ઉપર ફેન્સ અને સેલેબ્રિટીઓ સતત શુભકામનાઓ આપી રહ્યા છે. દિયાની આ પોસ્ટ ઉપર મલાઈકા અરોરા, કરીના કપૂર, અનુષ્કા શર્મા, પ્રીતિ ઝિન્ટા, શિવાની દાંડેકર, કરિશ્મા કપૂર, મસાબા ગુપ્તા, સોનાલી બેન્દ્રે, શ્રેયા ઘોસાલ, અદિતિ રાવ હૈદરી, બિપાશા બસુ, મીરા કપૂર જેવા ઇન્ડસ્ટ્રીના ઘણા ફ્રેન્ડ્સ પણ શુભકામનાઓ આપી રહ્યા છે.