ધોનીના ખેડૂત અવતારનો ક્રેઝ, આયુલેટ ખુલતા જ ઉમટી પડી ભીડ, જુઓ તસવીરો
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની હંમેશા તેની રમત માટે જાણીતો હતો, ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હવે તે ખેતીમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, ખેતીના કારણે તે હવે ફરી રાંચીમાં પ્રસંષાને પાત્ર બન્યો છે. ત્યારે ઝારખંડના રાંચીમાં હવે ધોનીએ પોતાના ઇજા ફાર્મ હાઉસનું પહેલું આઉટલેટ પણ શરૂ કરી દીધું છે.
રાંચીમાં રવિવારે સવારે ધોનીના પોતાના ઇજા ફાર્મ હાઉસના એક આઉટલેટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ આઉટલેટનું ઉદ્દઘાટન ધોનીના મિત્ર પરમજીત સિંહ દ્વારા કરવામાં આવ્યું. આ દરમિયાન ધોનીના મિત્રોની સાથે સાથે ખરીદદારોની પણ આઉટલેટ ઉપર ભીડ ઉમટી પડી હતી.

ધોનીના આ આઉટલેટની અંદર સહકાભાજીની સાથે સાથે ફળ દૂધ અને સાથે જ દીરી ઉત્પાદનો પણ રાખવામાં આવ્યા છે. રાંચી શહેરના સુજાતા ચોકની પાસે ખોલવામાં આવેલા આ આઉટલેટમાં આજે સવારથી જ શુદ્ધ દૂધ અને શાકભાજી લેવા માટે ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી.

રાંચીના લોકોમાં ઇજા ફાર્મ હાઉસની શુદ્ધ શાકભાજીને લઈને શરૂઆતથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે સારી ક્વોલિટીની સાથે સાથે તેના ભાવ પણ ખુબ જ ઓછા છે.

રાંચીના સૈમ્બા વિસ્તારમાં ધોનીનું 43 એકડનું ફાર્મહાઉસ છે. જ્યાં મોટા પ્રમાણમાં ફળો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. તો બીજી તરફ રાંચીમાં એક મોટી ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં 300થી પણ વધારે ગાયો રાખવામાં આવી છે.

રાંચીમાં નવા ખુલેલા ધોનીના આ આઉટલેટમાં ઓર્ગેનિક શાકભાજીના ભાવની જો વાત કરીએ તો અહીંયા વટાણા 50 રૂપિયા કિલો, સિમલા મરચા 60 રૂપિયા કલો, બટાકા 15 રૂપિયા, બીન્સ 40 રૂપિયા, પપૈયું 40 રૂપિયા, બ્રોકલી 25 રૂપિયા કિલો મળી રહી છે.

આ ઉપરાંત અહીંયા ગાયનું દૂધ 55 રૂપિયા લીટર અને દેશી ઘી 300 રૂપિયામાં 250 ગ્રામ વેચવામાં આવી રહ્યું છે. આ આઉટલેટની અંદર 200 ગ્રામ સ્ટ્રોબેરીનો ડબ્બો 40 રૂપિયામાં ખરીદી શકાય છે.