બાગેશ્વર ધામ સરકાર: ફાઇવસ્ટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે તેવા સુરતના આ ફાર્મ હાઉસમાં રોકાયા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, જુઓ અંદરની તસવીરો

Bageshwar Dham : અંબાણીના એન્ટાલિયા જેવો છે અંદરનો નજારો, સુરતમાં ફાઇસટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે તેવા રંગીન ફાર્મ હાઉસમાં શાસ્ત્રી રોકાશે

baba bageshwar in surat gopin farm house : બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેમનો સુરતમાં 2 દિવસ દિવ્ય દરબાર ભરાવાનો છે. ત્યારે બાબાની એક ઝલક માટે દૂર દૂરથી ભક્તો સુરત પહોંચ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં જ્યાં રોકાયા છે તે કોઇ ફાઈવ સ્ટાર હોટેલ કે રિસોર્ટને પણ ટક્કર આપે એવું છે.

તેઓ બે દિવસ સુધી સુરતના મોટા બિલ્ડર લવજી બાદશાહના લક્ઝુરીયસ ગોપિન ફાર્મ હાઉસમાં રોકાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર તારીખ 26 એટલે કે આજે અને 27 મે એટલે કે આવતી કાલના રોજ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે. આ દરમિયાન અઢી લાખથી પણ વધારે લોકો ઉપસ્થિત રહેશે.

દિવ્ય દરબાર પહેલા તેઓ એક કિલોમીટર લાંબો રોડ શો કરશે અને આને લઇને તડામાર તૈયારીઓ પણ થઇ ગઇ છે અને તેને આખરી ઓપ પણ આપી દેવાઇ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 400 જેટલા પોલીસકર્મી અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે.

26 અને 27 મેના રોજ દિવ્ય દરબારમાં હાજરી આપવા પહેલા તેઓ સુરત પહોંચ્યા અને તેઓ સુરતના નામાંકિત બિલ્ડરના ગોપીન ફાર્મ ખાતે રોકાયા છે. બાગેશ્વર બાબા બે દિવસ અહીં જ રોકાશે. ગોપીન ફાર્મ હાઉસ ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહનું છે. જે ફાઇવ સ્ટાર હોટલ અને રિસોર્ટને પણ ટક્કર આપે એવું છે, આ ફાર્મ હાઉસ તાપી નદી કિનારે છે.

ફાર્મ હાઉસની અંદર સ્વિમિંગ પૂલ, હોમ થિયેટર, સેલ્યુન, મંદિર અને સ્પાની તમામ સુવિધાઓ છે. જે એક હોટલની અંદર લોકોને મળતી હોય છે. ફાર્મ હાઉસની વધુ વિગત જણાવીએ તો, તેનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે અને 20000 સ્ક્વેર મીટરમાં તે તૈયાર થયું છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના રોડ શોની વાત કરીએ તો, તે ઓપન જીપ્સી રોડ શો કરશે અને દિવ્ય દરબારમાં રોડ શોના માધ્યમથી પ્રવેશ કરશે. દિવ્ય દરબાર જે સ્થળે યોજાવાનો છે, ત્યાં 22 જેટલી એન્ટ્રી ગેટ છે. 3 ડીસીપી 4 એસીપી અને છ જેટલા 6 પી.આઈ સહિત 8 પીએસઆઇ સુરક્ષા માટે રહેશે.

Shah Jina