બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં મચી ભાગદોડ, બેહોંશ થઇને પડેલા અનેક લોકો ઘાયલ, જાણો સમગ્ર મામલો
Bageshwar Dham Dhirendra Shastri: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગ્રેટર નોઈડામાં દિવ્ય દરબારમાં બુધવારે નાસભાગ મચી ગઈ અને આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા જેમને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેકાબૂ ભીડ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા આવી હતી અને તેને કારણે વ્યવસ્થા બગડી ગઇ અને નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા અને નીચે પડી જતા ઘણાને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની ગ્રેટર નોઈડાના જેતપુર મેટ્રો પાસે દરબાર લાગેલો છે. એકાએક ભીડના કારણે દરબારમાં નાસભાગ મચી ગઈ અને આ દરમિયાન ઘણા લોકો બેહોશ થઈ ગયા અને કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
દિવ્યાંગ દરબારમાં પર્ચી લગાવવાની હોડ
જણાવવામાં આવી રહ્યું છે કે દિવ્ય દરબાર બુધવારે યોજાયો હતો. જેના કારણે લોકોમાં પર્ચી લગાવવાની હોડ જોવા મળી હતી. આ દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ અને અફરાતફરી મચી ગઈ. એક મહિલાને વીજ કરંટ લાગ્યો હોવાના પણ અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે વીજ કરંટ લાગવાથી ભીડ બેકાબૂ બની ગઈ અને જેના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.જણાવી દઈએ કે 9 જુલાઈથી ગ્રેટર નોઈડાના જેતપુરમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન થઈ રહ્યું છે. પ્રથમ દિવસે કલશ યાત્રા બાદ કથાનો પ્રારંભ થયો હતો.
ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક મેળવવા માટે ભીડ થઇ બેકાબૂ
નિયત તારીખ મુજબ દિવ્ય દરબાર 12મી જુલાઈ એટલે કે બુધવારના રોજ યોજાવાની હતી. દિવ્ય દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક જોવા લોકો કાબૂ બહાર ગયા હતા. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.આયોજકોએ દાવો કર્યો હતો કે બાબા બાગેશ્વર સરકારના કાર્યક્રમ માટે 200 વીઘામાં પંડાલ બનાવવામાં આવ્યો હતો. જેમાં 20 લાખથી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આવનારા ભક્તો માટે આયોજકો દ્વારા ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અહીં હજારો કેમેરા લગાવવામાં આવ્યા છે.