બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપવા માંગરોળ, જુઓ શું-શું કહ્યુ

જીગ્નેશદાદાની કથામાં પહોંચ્યા બાગેશ્વર બાબા, કહ્યુ-‘હમ તો કથા કે બીચ મેં ગધા બન કે આ ગયે’

ગુજરાતમાં હાલમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજી રહ્યા છે. તેઓએ ગુજરાતના પ્રવાસ દરમિયાન સોમનાથ દાદાના દર્શન પણ કર્યા હતા અને તેઓ અંબાજી પણ પહોચ્યા હતા. તેઓ જ્યારે સોમનાથ ગયા ત્યારે તેઓ જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપવા સોમનાથથી માંગરોળ પહોંચ્યા હતા અને તેમનું અહીં ભક્તો દ્વારા ખૂબ જ ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા મોટી સંખ્યાનાં લોકો એકઠા થયા હતા અને સોમનાથ મહાદેવના દર્શન બાદ જીગ્નેશ દાદાની આગ્રહને માન આપી તેઓ માંગરોળ બંદર ખાતે આયોજિત ભાગવત કથામાં હાજરી આપવા પહોંચ્યા હતા. જીગ્નેશ દાદાએ પણ બાગેશ્વર બાબાનું સન્માન કર્યું અને કહ્યું કે, હમ તો કથા કે બીચ મેં ગધા બન કે આ ગયે.

અદભુત કથા કા આશિવર્ચન કી ધારા થર થર બહ રહી થી ઔર હમ જેસે ઠલુવા કો કોઈ કામ નહીં ઔર આ ગયે. અપરાધ કર રહે હૈં, મધ્ય મેં બોલના ઔર મધ્ય મેં આના દ્રષ્ટા હૈ ફિર ભી પૂજ્ય વ્યાસજી કે ચરણો મેં દંડવત સહ પ્રણામ કરકે આપશે ક્ષમા માંગતે હૈ. આપકે દર્શન હુએ, આપકે પ્રેમઆગ્રહ કો ઠુકરા ના શકે ઇસ લીએ હમ આ ગયે.

ઔર સબસે ઊંચી પ્રેમ સગાઈ, અભી તો હમે દેર હો રહી હૈ રાજકોટ જાના હૈં લેકિન ઔર કભી દિન આપકે ચરણો મેં જરૂર સેવા કરેગે. આપકે સ્વભાવ કે બારે મેં કીર્તિદાન ગઢવી ઔર પ્રવીણ ભાઈ, રાજનેતા ઔર મામાજી સે સુના. આપ જરૂર બાગેશ્વરધામ આના. આ સાથે તેમણે શ્રદ્ધાળુઓને પણ કહ્યું કે બાગેશ્વર આપ સભી કે બાપ કા ઘર હૈ જરૂર આના.

જીગ્નેશ દાદા વિશે વાત કરીએ તો, તેઓ ગુજરાતના જાણીતા કથાકાર છે અને તેમની ખ્યાતિ માત્ર ગુજરાત કે દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ છે. તેઓ ભારત અને ભારતની બહાર કથાઓ કરી ચૂક્યા છે અને તેમણે અત્યાર સુધીમાં 100થી વધુ કથાઓ પણ કરી છે.

Shah Jina