ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જાણી લે છે કોઇના પણ મનની વાત ! એક દિવસની ફી એટલી કે IAS, IPSનો આખા વર્ષનો પગાર પણ ઓછો

IAS, IPSના આખા વર્ષના પગાર કરતા વધારે છે આ બાબાની એક દિવસની ફી! જાણો અંદરની વાત

છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં બનેલા છે. તેમને લઇને અવાર નવાર કોઇના કોઇ ખબર આવતી રહે છે. છેલ્લા દિવસોમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની એકદમ પૂરા દેશમાં લોકપ્રિયતા વધી ગઇ અને આને કારણે ઘણા લોકોને તેમને લઇને સવાલ છે. ઘણા એ પણ જાણવા માંગે છે કે કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક કથાની કેટલી ફી લે છે ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા કરવાના કેટલા પૈસા લે છે, આ બાબતની માહિતી સચોટ અને સત્તાવાર નથી.

અલગ-અલગ વેબસાઈટ પર અલગ-અલગ માહિતી છે અને કેટલીક વેબસાઇટ્સ દાવો કરે છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક દિવસ માટે લગભગ 10-15 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને દર મહિને 5-7 લાખ રૂપિયા કમાય છે. જો કે એક વીડિયોના આધારે એવું પણ કહી શકાય કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક કથા માટે એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતે કહે છે કે વર્તમાનમાં હું ભારતનો સૌથી મોંઘો ગુરુ છું, હું કથા માટે એક કરોડ લઉ છું, દક્ષિણા નથી લેતો.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની આ વાત પરથી એવું લાગે છે કે તેઓ કથા માટે એક કરોડ રૂપિયા લે છે, પરંતુ આ વાત કેટલી સાચી છે અને નથી અથવા તો તે વીડિયોમાં મજાકમાં કહી રહ્યા છે તેની ખબર નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જ નહિ પણ કથાવાચિકા અને ભજનગાયિકા જયા કિશોરી પણ દેશ અને વિદેશમાં ફેમસ છે. રીપોર્ટ્સ અનુસાર, જયા કિશોરી 9 વર્ષની વયથી આધ્યાત્મિકતા સાથે સંકળાયેલા છે.

બાગેશ્વર ધામના પીતાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નને લઇને અફવાઓ પણ ઉડી ચૂકી છે. ત્યારે આપણે જયા કિશોરીની ફીસ વિશે પણ જાણી લઇએ. જયા કિશોરીની ફીસ જાણી તમે હેરાન રહી જશો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તે નાના બાઇ કા માયરા અને શ્રીમદભગવદ ગીતા પાઠના પ્રવચનના લગભગ 9.50 લાખ રૂપિયા લે છે અને તે વર્ષે 2 કરોડ સુધીની કમાણી કરી લે છે.

Shah Jina