કોરોનાના વધતા મામલોને જોઈ ઉદાસ થઇ જાય છે ધર્મેન્દ્ર, પછી આ રીતે મળે છે તેમના મનને શાંતિ, શેર કર્યો વીડિયો

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. જેના કારણે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ પરેશાન છે. ત્યારે આ બધા વચ્ચે દિગ્ગજ અભિએન્ટ ધર્મેન્દ્રએ ટ્વીટર ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમે તે પોતાને પરેશાન જણાવીને એક વાછડાં સાથે રમતા જોવા મળી રહ્યા છે.

કોરોનાના વધતા સંક્ર્મણના કારણે સામાન્ય લોકોથી લઈને સેલેબ્રિટીઓ પણ પોતાના ઘરે ઉપર જ રહેવાનું પસંદ કરે છે. ત્યારે ધર્મેન્દ્ર પણ આ સમય પોતાના ફર્ક હાઉસ ઉપર ત્યાંના પ્રાણીઓ સાથે વિતાવી રહ્યા છે.

ધર્મેન્દ્રએ ટ્વીટર ઉપર જે વીડ્યો શેર કર્યો છે તેની અંદર તે જણાવી રહ્યં છે કે વધતા જતા કોરોનાની વચ્ચે તે પોતાની ઉદાસી કેવી રીતે દૂર કરી રહ્યા છે.

ધર્મેન્દ્રએ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે. “વધતા કોરોના વાયરસની ખબર સાંભળીને મન ઉદાસ થઇ જાય છે. તો અહીંયા ચાલ્યો આવું છે. મહેરબાની કરીને ધ્યાન રાખજો.”

ધર્મેન્દ્ર આ વીડિયોની અંદર એક વાછડાં સાથે રમતા જોબ મળી રહ્યા છે, સાથે જ તેને ખુબ જ પ્રેમ કરતા પણ જોવા મળી રહ્યા છે. તેમને પોસ્ટ કરેલો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel