હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર વાઘબારસથી ચાલુ થાય છે અને લાભ પાંચમના દિવસે પુરા થાય છે.ધનતેરસનું પર્વ કાર્તિક કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે તેમજ દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે 22 ઓક્ટોબરના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.
ધનતેરસ જે ધન અને તેરસને મળીને બને છે. ધનનો અર્થ થાય છે સમૃદ્ધિ અને તેરસનો અર્થ થાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે 13મો દિવસ. એટલા માટે પૌરાણિક કથા અને માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી વસ્તુ 13 ગણી ફળદાયી નીવડે છે. આજે આપણે જોઇશું કે ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ઘરમાં લાવવાથી સુખ-સમૃદ્ધિ સાથે સાથે સૌભાગ્ય પણ થાય છે.
1) સૂકા ધાણાના બીજ
માન્યતા અનુસાર શુભ દિવસ ધનતેરસના દિવસે સૂકા ધાણા કરી દેવામાં આવે તો શુભ માનવામાં આવે છે. સૂકા ધાણાને ધનનો પ્રતીક માનવામાં આવે છે ધનતેરસના દિવસે તેને ખરીદીને પૂજા ઘરમાં રાખવામાં આવે છે. અને દિવાળીની રાત્રે આ દાણા લક્ષ્મી પૂજન સમયે માતાના સામે રાખી પૂજા કરવામાં આવે છે અને દિવાળીના બીજા દિવસે ઘર કે ઘરના બગીચામાં રોપવામાં આવે છે. કહેવામાં આવે છે કે સૂકા ધાણા જેટલા હરા ભરીયા રહે તેવી આર્થિક સ્થિતિ આપણી રહે છે.
2) કોડીઓ
ધનતેરસના દિવસે કોડીઓ ખરીદીને લાવો શુભ અને લાભકારી માનવામાં આવે છે. લક્ષ્મીજીને કોડીઓ ખૂબ જ પ્રિય છે અને ધનતેરસના દિવસે કોડીઓ ખરીદીને રાત્રે તેની પૂજા કરીને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવામાં આવે તો વર્ષ પર લક્ષ્મીની પ્રાપ્તિ બની રહે છે.
3) મીઠું
પ્રાચીન કથા અને માન્યતા અનુસાર ધનતેરસનાં દિવસે મીઠું ખરીદી અને ઘરે લાવો શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે મીઠું કરીને ઘરમાં લાવવાથી ધનનું આગમન થાય છે અને સુખ-શાંતિ ઘરમાં નિવાસ કરે છે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે એટલા માટે જો સંભવ હોય તો ધનતેરસના દિવસે મીઠું ખરીદવું જોઈએ.
4) કમળનું ફૂલ
ધનતેરસના દિવસે કમળનું ફૂલ લાવો શુભ માનવામાં આવે છે તેમજ ધનતેરસને રાધે માતા લક્ષ્મીજીની પૂજા કરતા સમયે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. માનવામાં આવે છે કે કમળનું ફૂલ એ નકારાત્મક શક્તિઓને દૂર કરી અદભુત ક્ષમતા દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી. અનુસાર કમળનું ફૂલ માતા લક્ષ્મીજીનો વાસ છે એટલા માટે ઘરમાં કમળનું પુષ્પ માને અર્પિત કરવું જોઈએ અને મા લક્ષ્મી છે સદાય નિવાસ કરે છે.
5) હળદર
માન્યતા અનુસાર ધનતેરસના દિવસે હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે. હળદરનો પ્રયોગ શ્રી શુભ કાર્યોમાં અવશ્ય કરે છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પીડી હળદરની ગાંઠ ખરીદીને કોઈ કોરા કપડામાં બાંધી પૂજાસ્થળ પર સ્થાપિત કરવાથી વર્ષ પર ધનનું આગમન બન્યું રહે છે.
6) સાવરણી –
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. મત્સ્ય પુરાણ અનુસાર સાવરણીમાં મા લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. કારણ કે સાવરણી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે માન્યતા અનુસાર ધનતેરસના દિવસે સાવરણી ઘરે ખરીદી લાવવાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રા અને કર્જ મુક્તિ મેળવે છે. તેમજ મંદિરમાં દાન સાવરણીનું કરો તો પણ શુભ માનવામાં આવે છે.