અંધશ્રદ્ધામાં ‘અંધ’ બનતા ચેતજો ! બે ભાઇઓને છેતરી ભૂવાઓએ ભેગા મળી આટલા કરોડ….

5 ભૂવાઓએ પરિવારનું દુઃખ દૂર કરવા આટલા કરોડની ડીલ કરી, અધધધ લાખો રૂપિયા ડૂબી ગયા, જુઓ વીડિયો

તમે એક કહેવત ગુજરાતીમાં સાંભળી હશે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આજ-કાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય છે અને ઘણા એવા બનાવ પણ સામે આવે છે કે કોઇ પત્ની અથવા કોઇ આખો પરિવાર તાંત્રિકની જાળમાં ફસાઇ જાય છે. ત્યારે હાલમાં બનાસકાંઠામાં એક પરિવારે અંધશ્રદ્ધામાં લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યુ છે. આ પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતા.

ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી અને એક કરોડ સુધીનો ખર્ચ થશે તેમ જણાવ્યુ હતુ. આ ભુવાઓએ આ ભાઇઓ પાસેથી 35 લાખ તો લઈ લીધા હતા. જો કે છેતરાઈ ગયા હોવાનો અહેસાસ થતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પીડિતોએ પોલીસને આપ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી હતી. ભૂવાઓએ નવરાત્રીમાં પીડિત પરિવારને કહ્યું હતુ કે 82 વર્ષ પહેલા તમારા ઘરે માતા મૂકી છે

ચેહર માતાની બાધા રાખવી પડશે. જે બાદ તેમની વાતોમાં આવી ગયેલા પરિવારે બાધા રાખી તો થોડા મહિના સારું રહ્યું, પણ ફરી ભૂવાઓએ આવીને કહ્યું કે હવે અમે જેમ કહ્યું તેમ કરવુ પડશે નહીંતર ફરી દુઃખ શરૂ થશે, દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે. ત્યારે આ ભુવાઓની વાતોમાં આવી ગયેલા બે ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના લાવી 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા અને 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી.

ફુલહાર કરી માન સન્માન આપી હરખાતા હૈયે વધામણા કરી આભાર પણ માન્યો. જો કે, ભુવાઓ માણસોનો ફાયદો ઉઠાવી પૈસા અને ઘરેણા લઈ લે છે તેવી હકીકત જાણ્યા પછી તેમણે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે ગુનો નોંધાવા અરજી આપી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા પરિવારે આ અંગેનો એક વીડિયો પણ બનાવ્યો અને આ વીડિયો પણ સામે આવ્યો છે. જો કે, તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina