ધનાશ્રી વર્માએ સિલ્વર કલરની સુંદર સાડીમાં ફિગર ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર, સાથે જ સેટ કર્યા ગોલ્સ

હિરોઇનોને ટક્કર આપે છે ચહલની ઘરવાળી, સુંદર સાડીમાં ફિગર દેખાડ્યું- જુઓ PHOTOS

ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ધનાશ્રી એક શાનદાર ડાન્સર છે અને અવાર નવાર તે ચાહકો સાથે તેના ડાન્સ વીડિયો શેર કરતી હોય છે. ધનાશ્રી વર્મા ડાન્સર હોવા ઉપરાંત ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની પણ છે. પરંતુ ધનાશ્રી વધારે તેના ડાન્સથી જ ઓળખાતી હોય  છે. ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના ડાન્સ વિડીયો અને તસવીરો શેર કરતી રહે છે.

ધનાશ્રીએ આ વખતે તેણે તેનો કોઈ ડાન્સ વીડિયો નહીં પરંતુ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે ધનાશ્રી વર્માએ સિલ્વર કલરની સુંદર સાડી પહેરી છે. સાડીમાં ધનાશ્રીનો લુક શાનદાર લાગી રહ્યો છે. ધનાશ્રી વર્માએ કોન્ટ્રાસ્ટ પિંક બ્લાઉઝ સાથે સિલ્વર સાડી પહેરી હતી.

આ સાથે ધનાશ્રી બ્રાઈટ મેકઅપમાં ગજબની અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ધનાશ્રીના આ લુકમાં ડાર્ક આઈશેડો અને વધુ વોલ્યુમ સાથે મૈસી હેરસ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. લગ્નની સિઝનમાં ધનાશ્રીએ સાડીના નવા ગોલ્સ નક્કી કર્યા છે. ધનાશ્રીનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ધનાશ્રી તેના ડાન્સની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટ માટે પણ હેડલાઇન્સમાં રહે છે.

ધનાશ્રી વર્માએ તેની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. આ પોસ્ટ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘જસ્ટ ગ્રોઇંગ વિથ ધ ફ્લો’. તેમજ ચાહકો તેનો આ લુક જોઈને દીવાના થઇ ગયા છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, ‘તમારા વાળ ખૂબ જ સુંદર છે’, જ્યારે બીજા એક યુઝરે લખ્યું ‘ગ્લોઇંગ એન્ડ ગ્રોઇંગ ફોર એવર, લવ યુ લોટ્સ’.

ધનાશ્રી વર્માના ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની સાથે જ આ તસવીર પર અત્યાર સુધીમાં લગભગ 214 હજારથી વધુ લાઈક્સ આવી ચુકી છે.તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. જણાવી દઈએ કે હાલમાં જ ધનાશ્રી વર્માનું ગીત ‘ઓયે હોયે’ રિલીઝ થયું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતમાં ધનાશ્રી અને જસ્સી ગિલની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે.

Patel Meet