ફાઇનલમાં હાર બાદ પણ રાજસ્થાન રોયલ્સે મનાવી પાર્ટી, બટલર સાથે ચહલની ઘરવાળીએ લગાવ્યા ઠુમકા, તો યુઝીએ આપ્યું આવું રિએક્શન, જુઓ વીડિયો

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ IPL 2022ની ફાઇનલમાં 14 વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ પહોંચ્યું હતું, પરંતુ 14 વર્ષના લાંબા અંતરાલ બાદ પણ રાજસ્થાનને જીતનો સ્વાદ ચાખવા ના મળ્યો અને પોતાની પહેલી જ સીઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સે ફાઇનલ જીતી અને ઇતિહાસ રચી દીધો.

રાજસ્થાન ફાઇનલ મેચ ભલે હારી ગયું, પરંતુ ટીમે ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમાં પણ ટીમના બે ખેલાડીઓ આઈપીએલમાં છવાયેલા રહ્યા, પર્પલ કેપ મેળવીને યૂઝવેન્દ્ર ચહલ સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બન્યો તો જોસ બટલર પણ સૌથી વધુ રન મારીને ઓરેન્જ કેપનો હકદાર બન્યો. ત્યારે હાર બાદ પણ ટીમના ખેલાડીઓ ઉત્સાહના મૂડમાં જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના ડાન્સિંગ વીડિયો અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેનો એક એવો ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધનશ્રી વર્મા તેના પતિ યુઝવેન્દ્ર ચહલ અને જોસ બટલર સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

ઈન્ટરનેટ પર ત્રણેયની મસ્તી નેટીઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ ભલે 2022નું ટાઈટલ જીતી શકી ન હોય, પરંતુ આ હાર બાદ પર્પલ કેપ ધારક યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની સાથે ડાન્સ કરતો જોવા મળે છે. ઓરેન્જ કેપ વિનર જોસ બટલરે પણ યુઝવેન્દ્ર સાથે ખૂબ મસ્તી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ધનશ્રી વર્મા યુઝવેન્દ્ર ચહલ અને જોસ બટલરનો મસ્તીથી ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધનશ્રી બંનેને ડાન્સ સ્ટેપ શીખવતી જોવા મળી રહી છે. થોડો સમય ડાન્સ કર્યા બાદ યુઝવેન્દ્ર ચહલ વીડિયોમાં ધનશ્રીને જોતો જોવા મળે છે. તે જ સમયે, મિસિસ ચહલ અને જોસ બટલર વીડિયોમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. અંતે, જોશ બટલર અને ચહલ બંને ચહલનું સિગ્નેચર સ્ટેપ કરતા સુઈ ગયા. કોરિયોગ્રાફર સાથે ભારતીય ક્રિકેટરોનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Niraj Patel