ખબર

આ સમય દરમિયાન ઘરની બહાર પગ પણ ના મુકતા, નીકળ્યા તો ખેર નથી…જાણો DGP શિવાનંદની અપડેટ

કોવીડ 19 ના કેસ અમદાવાદમાં રોજ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. એવા માં શિવાનંદ ઝાએ કહ્યું કે અમદાવાદ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ વિસ્તાર બનાવાયા છે. તેથી અન્ય RED ઝોનમાં પણ બંદોબસ્ત વધારાયો છે. સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી અવરજવર પર રોક લગાવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજકોટ, બોટાદ હાલ ઓરેન્જ ઝોનમાં છે પરંતુ તેમ છતાં હાલની સ્થિતિને જોતા કોઈ પણ જાતની નવી છુટછાટ આપવામાં આવી નથી. જેથી બધા એ નોંધ લેવી કે કોઈ નવી ઓફિસ કે દુકાન ખુલશે નહીં.

જે લોકો લૉકડાઉનનો ભંગ કરશે એના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પોલીસ પર હુમલો કરશે તો પાસા લગાવવામાં આવશે. વધુમાં સાહેબે જણાવ્યું કે લોકડાઉનના દિવસોમાં શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાજકોટ અને બોટાદમાં RED ઝોન જેમ કામગીરી કરવામાં આવશે અને નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવશે.આ સિવાય તેમણે વધુ માહિતી આપતા જણાયું કે લોકડાઉનનું પાલન કરાવવા દરમિયાન પોરબંદર ખાતે પોલીસ પર હુમલો થયો હોવાનો એક મામલો સામે આવ્યો છે. આ મામલે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 47 આરોપીઓને પાસા કરાઈ છે.