CSKની ટીમના વિદેશી ખેલાડીઓએ પણ ધોતી પહેરીને કર્યો લૂંગી ડાન્સ, MS ધોનીનો લૂંગી અવતાર પણ જોવા જેવો હતો, જુઓ વીડિયો

હાલ આપણા દેશમાં ipLનો રોમાંચ જામ્યો છે તો બીજી તરફ લગ્નની સીઝન પણ પૂર બહારમાં ખીલી ઉઠી છે. સામાન્ય માણસની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. IPLમાં ચેન્નાઇની ટીમની હાલત ખુબ જ ખરાબ છે. ચેન્નાઇની ટીમ તેની 6 મેચમાંથી માત્ર 1 જ મેચ જીતી શકી છે, ત્યારે હવે ચેન્નાઇની ટીમની એક ઉજવણીનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મેદાનનાના પરિણામોથી વિપરીત ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં પણ ઘણી મજા છે. 19 એપ્રિલના રોજ CSKના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડેવોન કોનવેની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો જોવામાં આવ્યા હતા. 18 એપ્રિલે ટીમ હોટલમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા. તમામ તમિલનાડુના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. તેમજ બધાએ ડેવોન કોનવે સાથે મળીને ખૂબ મજા કરી હતી. ત્યાં ખૂબ ડાન્સ અને ગીતો ગાતા ખેલાડીઓ જોવા મળ્યા હતા અને ભોજન બુફે શૈલીમાં પીરસવામાં આવ્યું હતું.

ડેવોન કોનવે પહેલીવાર IPLનો ભાગ બન્યો છે. તેને એક કરોડ રૂપિયામાં લેવામાં આવ્યો હતો. તેણે આ સીઝનની શરૂઆતની મેચમાં જ CSKની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ સિવાય 18 એપ્રિલે ડેવોન કોનવેના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ખૂબ જ મજા આવી. CSKના ખેલાડીઓથી લઈને સપોર્ટ સ્ટાફ સુધી, બધાએ કુર્તા અને વેસ્ટિ (એક પ્રકારની ધોતી) પહેરી હતી. CSK એ સેલિબ્રેશનનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જે 90ના દાયકાની શૈલીમાં બનાવવામાં આવ્યો હતો.

ડેવોન કોનવેએ 2020માં કિમ વોટસન સાથે સગાઈ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, સીએસકે દ્વારા લગ્ન પહેલા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિમ વોટસન પણ હજુ ભારતમાં છે. તે વીડિયો કોલ દ્વારા આ ઈવેન્ટમાં જોડાઈ હતી. CSK દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કિમ પીળી સાડીમાં જોઈ શકાય છે.

આ ઉપરાંત કોનવેએ સફેદ શર્ટ અને વેસ્ટ પહેર્યો હતો. તેણે આ ઇવેન્ટ માટે CSKનો આભાર માન્યો. કિમ વોટસન વિશે પણ વાત કરી. બાદમાં CSKના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે ડેવોન કોનવેને પરબિડીયાઓ આપ્યા અને નાચ્યા અને ગાયા પણ. CSKના તમામ યુવા ખેલાડીઓએ કોનવે સાથે મળીને ડાન્સ કર્યો હતો. તેમના માટે કેક પણ કાપવામાં આવી હતી

Niraj Patel