સંસ્કારી ગોપી વહુએ આખરે બતાવી જ દીધો તેના પતિનો ચહેરો, તસવીરો શેર કરી કહ્યુ- આ રહ્યા તમારા બધાના જીજા

ટીવીની લોકપ્રિય અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. દેવોલીના ભટ્ટાચાર્જીએ તેના સોશિયલ મીડિયા પર ગઇકાલના રોજ લગ્નની તસવીરો શેર કરી હતી, જે બાદથી તેનો દુલ્હો કોણ છે તે અંગે સસ્પેંસ હતુ.જો કે, હવે ગોપી વહુએ તેના પતિનો ચહેરો જગજાહેર કરી દીધો છે. લગ્નમાં ‘સાથ નિભાના સાથિયા’માં તેનો કો-સ્ટાર રહેલો વિશાલ સિંહ જે તેનો ખાસ મિત્ર છે તે પણ સામેલ થયો હતો.

જો કે, દેવોલિનાની વિશાલ સાથે તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદથી ચાહકો તે બંને લગ્ન કરી રહ્યા છે તેવું માની રહ્યા હતા. પરંતુ હવે ગોપી વહુએ તેના પતિનો ચહેરો ચાહકો સાથે રૂબરુ કરાવ્યો છે. તેના પતિનું નામ શાહનવાઝ શેખ છે. દેવોલિનાએ શાહનવાઝ સાથેનો ફોટો શેર કરતા લખ્યું, ‘હા હવે હું ગર્વથી કહી શકું છું કે હું પરિણીત છું. દીવો લઈને પણ શોધ્યો હોત તો તારા જેવો કોઈ મળ્યો ન હોત. તમે મારી પ્રાર્થનાનો જવાબ છો. હું તને ખુબ જ પ્રેમ કરું છું

આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.ધ મિસ્ટ્રીયસ મેન ઉર્ફે ફેમસ #શોનુ ઔર તુમ સબ કે જીજા”. દેવોલીનાના પતિનું નામ શાહનવાઝ શેખ છે. શાહનવાઝ શેખ જીમ ટ્રેનર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને જિમમાં મળ્યા હતા. બંને લગભગ બે-ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. દેવોલીનાએ શેર કરેલા ફોટામાં તે બ્રાઇડલ લુકમાં જોવા મળી રહી છે. તેના હાથમાં કલીરે પણ દેખાય છે.

આ સાથે દેવોલીનાએ પોતાના હાથ પર લગાવેલી દુલ્હન મહેંદી પણ ફેન્સને બતાવી. હલ્દી, મહેંદી અને બ્રાઇડલ લુકના ફોટોઝ જોયા પછી ચાહકોને લાગ્યું હતુ કે તે તેના કથિત બોયફ્રેન્ડ વિશાલ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, આવું બન્યું નહિ.તસવીરોમાં શાહનવાઝ બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. કેટલા અહેવાલો અનુસાર, લગ્ન ફક્ત એટલા માટે સાદગીથી કરવામાં આવ્યા કારણ કે દેવોલીનાના પતિ અને તેનો પરિવાર ભવ્ય લગ્ન ઇચ્છતા ન હતા. બંને લાંબા સમયથી લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા,

પરંતુ એક યા બીજા કારણોસર લગ્નમાં વિલંબ થતો રહ્યો. 2 વર્ષથી બંને લગ્નની તૈયારી કરી રહ્યા હતા અને હવે આખરે તેમના લગ્ન થઇ ગયા છે. બંને આ લગ્નથી ઘણા જ ખુશ છે. એક વેબસાઈટના સૂત્ર અનુસાર, બંનેએ બુધવારે કોર્ટ મેરેજ કર્યા હતા. મંગળવારે સાંજે હલ્દી સમારોહ યોજાયો હતો જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. બંનેનો પરિવાર ખૂબ જ સાદો છે,

તેથી તેઓ ઈચ્છતા ન હતા કે તેમના લગ્ન પર બધાની નજર રહે, તેથી બંનેએ ખાનગી રીતે લગ્ન કરી લીધા. હવે બંને મુંબઈમાં રિસેપ્શન કરશે. અહેવાલો અનુસાર, દેવોલીનાને તેના બોયફ્રેન્ડ અને પતિ બનેલા શાહનવાઝને મુંબઈમાં રિસેપ્શન દરમિયાન બધા સાથે પરિચય કરાવશે. રિસેપ્શન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થઈ શકે છે. જોકે, એવી પણ માહિતી સામે આવી છે કે અત્યારે બંને હનીમૂન પર ક્યાંય નહીં જાય.

જો કે, લગ્ન બાદનો દેવોલિનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે લગ્ન બાદની રસ્મનો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના પતિ સાથે વીંટી શોધવાની રસ્મ કરી રહી છે. દેવોલિના તેના પતિને કડી ટક્કર આપતી જોવા મળે છે અને આ રસ્મમાં જીત દેવોલિનાની જ થાય છે, જે બાદ તે ખુશીથી ઝૂમી ઉઠે છે. આ દરમિયાન અભિનેત્રી ગ્રે સાડી સાથે, ગળામાં મંગળસૂત્ર, માંગમાં સિંદૂર અને ચૂડામાં જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@who_jinal_shah)

Shah Jina