ગોપી વહુ ભટ્ટાચાર્યનું બાળક હિંદુ હશે કે મુસ્લિમ ? અભિનેત્રીએ આ સવાલ પર ટ્રોલર્સને આપ્યો મુંહતોડ જવાબ

મારા બાળક હિન્દુ હશે કે મુસલમાન, આ પુછવાવાળા તમે કોણ છો? મારો પતિ, મારુ બાળક, મારો ધર્મ…જુઓ શું શું સંસ્કારી ગોપી વહુએ ભડાશ નીકળી

ટીવીની ગોપી વહુ દેવોલિનાએ સીક્રેટ વેડિંગ કરી બધાને હેરાન કરી દીધા. 14 નવેમ્બરના રોજ દેવોલિનાએ તેના જીમ ટ્રેનર શાહનવાઝ સાથે લગ્ન કરી તેના નવા જીવનની સફર શરૂ કરી. લગ્નની તસવીરો શેર કરી દેવોલિનાએ તેના ચાહકોને ઇંટીમેટ વેડિંગની જાણકારી આપી અને તેના પતિનો ચહેરો પણ જાહેર કર્યો. પરંતુ ઇંટર રિલિજન લગ્ન કરવા પર ઘણા લોકો દેવોલિનાને ટ્રોલ કરી રહ્યા છે, જેનો જવાબ અભિનેત્રીએ આપ્યો છે.

દેવોલિના જિમ ટ્રેનર શાહનવાઝ શેખને છેલ્લા 2-3 વર્ષથી ડેટ કરી રહી હતી.લાંબા રિલેશનશિપ બાદ આખરે દેવોલિનાએ શાહનવાઝ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. પરંતુ દેવોલિનાના પતિ શાહનવાઝના મુસલમાન હોવા પર તેને ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. દેવોલિનાની મજાક ઉડાવતા એક યુઝરે તેને પૂછ્યું કે તેનું બાળક હિંદુ હશે કે મુસ્લિમ ? જો કે, યુઝરે ટ્વીટ કર્યા બાદ ડિલીટ પણ કરી દીધી, પરંતુ દેવોલિનાએ નફરત કરનારને યોગ્ય જવાબ આપ્યો.

અભિનેત્રીએ તેના જવાબમાં લખ્યું- મારા બાળકો હિન્દુ હશે કે મુસ્લિમ, તમે કોણ છો ? જો તમે બાળકોની આટલી ચિંતા કરો છો, તો ઘણા અનાથાલયો છે, દત્તક લો અને તે મુજબ તમારો ધર્મ અને નામ પસંદ કરો. મારા પતિ, મારું બાળક, મારો ધર્મ, મારા નિયમો. તમે કોણ છો? દેવોલીનાએ અન્ય એક ટ્વિટમાં લખ્યું- મારા અને મારા પતિ પર છોડી દો.

અમે જોઈશું અને ગુગલ પર બીજાના ધર્મ પર સર્ચ કરવાને બદલે, તમારા ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો અને એક સારા વ્યક્તિ બનો. મને ખાતરી છે કે મારે તમારા જેવા લોકો પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી. દેવોલિના વિશે વાત કરીએ તો તે પોતાના લગ્નથી ખૂબ જ ખુશ છે. પોતાના લગ્નની તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું હતું

કે જો તે દીવો લઇને પણ શોધતી તો તેને આવો પતિ ન મળ્યો હોત. દેવોલિના અને શાહનવાઝના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ફેન્સ અને સેલેબ્સે પણ અભિનેત્રીને ખૂબ પ્રેમ અને અભિનંદન આપ્યા, પરંતુ ઘણા આ લગ્ન માટે કપલને ટ્રોલ કરી રહ્યા છે.

Shah Jina