રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત ! દેવભૂમિ દ્વારકામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવક મોતને ભેટ્યો

Devbhoomi Dwarka heart attack News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં નાની ઉંમરના યુવાઓ પણ મોતને ભેટ્યા છે. ત્યારે હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ધરમપુર ગામમાં રહેતા 26 વર્ષીય પ્રશાંત કણઝારીયાનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મૃતક ફર્નિચરનું કામ કરતો હતો અને દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ત્યારે ઘટના બાદથી પરિવારમાં માતમ છવાયો છે. સૌરાષ્ટ્રમાં સતત યુવાઓના હાર્ટ એટેકને કારણે મોત થતા ચિંતા વ્યાપી છે. હજી તો બે દિવસ પહેલા જ એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં બે બાળકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જુનાગઢના ગળુ નજીક આવેલા ચોરવાડમાં 17 વર્ષીય કિશોરનું નારિયેળીના બગીચામાં કામ કરવા દરમિયાન હાર્ટએટેક આવવાથી મોત થયુ હતુ, તેનું નિધન થયું હતું. 17 વર્ષીય જીગ્નેશ વાજાના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

File Pic

રાજકોટમાં અઠવાડિયામાં બીજી વખત એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું હતું. આ ઉપરાંત રાજકોટમાં SGVP ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ગુરુપુર્ણિમાના દિવસે અચનક ઢળી ગયા બાદ સારવાર મળે એ પહેલા જ મોત થયું હતું. રાજકોટમાં થોડા દિવસ પહેલા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતુ, તે VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કલ્પેશ મૂળ તાપીનો હતો પણ રાજકોટમાં અભ્યાસ કરતો હતો.

Shah Jina