દેવભૂમિ દ્વારકામાં 4 કર્મચારીઓને ગાંધીનગર જવા દરમિયાન નડ્યો અકસ્માત, કારના ઉડી ગયા પરખચ્ચા

દેવભૂમિ દ્વારકામાં 4 કર્મચારીઓના થયા તડપી તડપીને મૃત્યુ, મારુતિ કારના બોનેટના ફૂરચા નીકળી ગયા

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવા અકસ્માતોમાં કેટલાક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થઇ જતા હોય છે. હાલમાં જ સુરતના એક ટુર સંચાલકનો અકસ્માત થયો હતો. જેમાં મંગળવારના રોજ મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક એક ગાડી લગભગ 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી અને આ ઘટનાને પગલે 9 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં સુરતના ટુર સંચાલક 36 વર્ષિય અંકિતનું પણ મોત નિપજ્યુ હતુ. ત્યારે હવે દેવભૂમિ દ્વારકામાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતમાં બે સરકારી કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જામરાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા અને ત્યારે જ તેમને અકસ્માત નડ્યો હતો. ઘટના સમયે એક કર્મચારીનું ત્યાં જ મોત થયુ હતુ જયારે અન્ય એક કર્મચારીનું જામનગર સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર રાવલ નગરપાલિકાના 4 કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા.

ત્યારે આ બધા બલેનો કારમાં હતા અને આ દરમિયાન તેમને વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા ત્યારે અકસ્માત નડ્યો હતો. તેમની કારની અર્ટિગા કાર સાથે ટક્કર થઈ હતી. જેમાં બલેનો કારમાં પાછળની સીટમાં બેઠેલા બંને કર્મચારીના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતમાં જેના મોત થયા છે તે ટેક્સ વિભાગમાં કામ કરતા નીતિનભાઈ અને સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ છે.

જેઓ હાલ ઇજાગ્રસ્ત છે તેમને જામનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે, તેમાં કનુભાઈ કાગડિયા અને કેશુભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. જેમાંથી મનોજભાઈ સિંગરખિયાનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. અકસ્માતને કારણે બંને કારને ઘણુ નુકસાન પણ થયું છે. બલેનો કારના બોનેટના તો પરખચ્ચા નીકળી ગયા હતા.

Shah Jina