દિયરના લગ્નમાં ભાભીએ વટ્ટ પાડી દીધો, ભાભીએ કર્યો એવો ડાન્સ કે તમામ મહેમાનો જોતા જ રહી ગયા

દિયર અને ભાભી વચ્ચેનો સંબંધ ખુબ જ ખાસ હોય છે, ઘણા દિયર એવા પણ હોય છે જે ભાભીને મા સમાન માને છે. સોશિયલ મીડિયામાં પણ દિયર ભાભીના આવા પ્રેમના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ દિયર ભાભીનો પ્રેમ બતાવતો એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

પોતાના દિયરના લગ્નમાં દરેક ભાભી ખુબ જ ખુશ હોય છે, તે ખુશી ખુશી લગ્નની તૈયારીઓ કરે છે. ખુબ જ સારી રીતે તૈયાર પણ થાય છે અને ડાન્સ પણ કરે છે, વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એવું જ જોવા મળી રહ્યું છે, જેમાં એક ભાભી પોતાના દિયરના લગ્નની અંદર ખાસ ડાન્સ કરે છે. તેનો ડાન્સ વીડિયો જોઈને લોકો પણ હેરાન થઇ જાય છે અને વીડિયો પણ વાયરલ થઇ જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર ભાભી બોલીવુડના સૌથી પ્રખ્યાત ગીત “લો ચલી મેં, અપને દેવર કી બારાત લેકે…” ઉપર ડાન્સ પર્ફોમન્સ આપતી જોવા મળી રહી છે. ભાભીએ ગીતના લિરિક્સને સાથે સાથે બોલતા હૂબહૂ ડાન્સ કરવાનો પ્રયત્ન કર્યો. લીલા લહેંગાની અંદર જે રીતે ભાભીએ ડાન્સ કર્યો તે જોઈને આસપાસ ઉભેલા લોકોનું પણ નાચવાનું મન થઇ ગયું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 17 લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળી લીધો છે, સાથે ડાન્સ જોઈને લોકો આ ભાભીની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોની અંદર ભાભી સાથે દિયર પણ ઠુમકા લગાવતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel