કૂવાની અંદર પડી ગયો દીપડો, પછી રેસ્ક્યુ ટીમે બહાર કાઢવા માટે અપનાવ્યો એવો જુગાડ કે લોકો પણ કરી રહ્યા છે વખાણ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વીડિયો એવા હોય છે જે રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણીવાર વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, વીડિયોમાં ઘણીવાર અનોખા જુગાડ પણ જોવા મળતા હોય છે અને ભારત દેશ પોતાના અનોખા જુગાડ માટે જાણીતો છે, કોઈપણ સમસ્યામાંથી બહાર નીકળવા માટે આપણા દેશમાં કોઈને કોઈ જુગાડ જરૂર મળી જતો હોય છે.

દીપડાના બચાવના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે, જ્યારે દીપડો કૂવામાં પડી ગયો હતો, ત્યારબાદ વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આવો જ એક વીડિયો હાલ વાયરલ થયો છે, જેમાં રેસ્ક્યુ ટીમે દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે અદભૂત કામ કર્યું છે. આ વીડિયો મહારાષ્ટ્રનો છે, જ્યાં વન વિભાગની ટીમે દેઉલગાંવ રાજા વન વિસ્તાર હેઠળના ખલિયાલ ગામ પાસેના કૂવામાં પડેલા દીપડાને બચાવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANIએ દીપડાને બચાવવાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વન વિભાગની ટીમ દીપડાને કૂવામાંથી બહાર કાઢી રહી છે. તમે જોઈ શકો છો કે કૂવામાં દોરડા વડે એક ખાટલો લટકાવવામાં આવ્યો છે અને ચારે બાજુથી એક બંધ બોક્સ પણ  લટકાવવામાં આવ્યું છે. જેને કુલ 8 લોકોએ દોરડા વડે બાંધીને લટકાવી દીધું છે.

વીડિયોમાં તમે આગળ જોશો કે દીપડો ખાટલાની મદદથી તે બોક્સની અંદર પ્રવેશ કરે છે અને પછી બોક્સ બંધ થઈ જાય છે. પછી ધીમે ધીમે દોરડા વડે બાંધેલા આ બોક્સને ઉપર તરફ ખેંચવામાં આવી રહ્યું છે. અને આ રીતે દીપડાને કૂવામાંથી બહાર કાઢી તેનો જીવ બચી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો રેસ્ક્યુ ટીમના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel