ભારતનો સૌથી ઊંચો રોપ વે જ્યાં જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે લોકો, આટલા વ્યક્તિઓનું થયું મૃત્યુ

ઝારખંડના દેવઘરમાં એક અકસ્માત થયો છે. અહીંના ત્રિકુટી પર્વત પર રોપ-વેમાં ખામી સર્જાતા અનેક પ્રવાસીઓ ટ્રોલીમાં ફસાઈ ગયા હતા. આ ઘટના રવિવારે બપોરે 3 વાગ્યે બની હતી. કુલ 48 લોકો ફસાયા હોવાના અહેવાલ હતા. રોપ-વે દુર્ઘટના પછી સોમવાર સવારથી ફરી રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યાં છે. 20 કલાકની મહેનત પછી 22 લોકોને કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘટનાના 21 કલાક પછી પણ હજી 26 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. જોકે તાર અને જાળને કારણે NDRF અને સેનાના કમાન્ડોને રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે. જે પ્રવાસીઓ ફસાયેલા છે તેઓ બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના છે.

રાજ્ય સરકારની વિશેષ વિનંતી પર, ફસાયેલા મુસાફરોને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રી અને પોલીસ કેપ્ટન સુભાષ ચંદ્ર જાટ ગઈકાલથી જ ઘટનાસ્થળે પડાવ નાખી રહ્યા છે. દેવઘર શહેરથી લગભગ 20 કિમી દૂર દેવઘર-દુમકા રોડ પર મોહનપુર બ્લોકમાં ત્રિકુટીનું સૌથી ઊંચું શિખર સમુદ્ર સપાટીથી 2470 ફૂટ ઊંચું છે. રોપ-વે જમીનથી લગભગ 1500 ફૂટની ઊંચાઈ પર છે. ત્રિકુટી પર્વતની તળેટી મયુરક્ષી નદીથી ઘેરાયેલી છે. રોપવેની લંબાઈ લગભગ 766 મીટર (2512 ફૂટ) છે. ત્રિકુટા રોપવેમાં પ્રવાસીઓ માટે કુલ 26 કેબિન છે.

ટોચ પર પહોંચવામાં માત્ર 8થી 10 મિનિટનો સમય લાગે છે. રોપ-વેથી જવા માટે 130 રૂપિયા ખર્ચવા પડે છે. ઝારખંડનો આ એકમાત્ર રોપ-વે છે. તે સપાટીથી 800 મીટરની ઉંચાઈ પર છે. રોપવેનો સમય નિયમિતપણે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધીનો હોય છે.ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીઓ પર રવિવારે અનેક રોપ-વે ટ્રોલીઓ અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને ગઈકાલની દુર્ઘટના પછી પણ સોમવારે એટલે કે આજે બપોર સુધીમાં ઓછામાં ઓછી 12 કેબિન તેમાં જ રહી હતી. 48 લોકો ફસાયેલા છે, તેમને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. .

ડીસીએ બે લોકોના મોતના સમાચારની પુષ્ટિ કરી છે. ઘાયલોને સારવાર માટે દેવઘર સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હોવાનું જણાય છે, જેના કારણે કેબલ કારની ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. સવારથી જ એરફોર્સનું હેલિકોપ્ટર બચાવ કાર્ય માટે પહોંચી ગયું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ રોપવે મેનેજર અને અન્ય કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ કેબલ કારમાંથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, નાના બાળકો, પુરૂષો અને કેટલીક મહિલાઓ ટ્રોલીમાં ફસાઈ ગઈ છે. આ સાથે ગાઈડ અને ફોટોગ્રાફર પણ ફસાયા છે.

આ મામલે જિલ્લા કલેક્ટર મંજુનાથ ભાઈજંત્રીએ જણાવ્યું હતું કે, ‘કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન આપશો નહીં.’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે અકસ્માત, રાહત અને બચાવ કાર્ય વિશે પૂછપરછ કરી હતી. તેઓ રવિવાર સાંજથી જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. NDRF અને આર્મીની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

Shah Jina