ખરેખર આ સાહસને સલામ ! પગ નથી ચાલતા તો શું થયું, 2 ટંકનો રોટલો કમાવવા માટે આ રીતે ફૂડ ડિલિવરીનું કામ કરે છે યુવાન, કહાની ભાવુક કરી દેશે

આજની પોઝિટિવ સ્ટોરી: બંને પગ કામ નથી કરતા છતાં ફૂડ ડિલિવરીનું કામ કરે છે આ યુવક, સાહસને જોઈ તમે પણ કરશો સલામ

Zometo delivery boy viral video: દુનિયામાં ઘણા એવા લોકો છે જે કામ ના મળવાના કારણે બેકાર બેઠા છે. ઘણા લોકો કામ ના મળવાના બહાના પણ કાઢતા હોય છે. ત્યારે ઘણા લોકો એવા સાહસિક પણ હોય છે, જે કંઈ ના હોવા છતાં પણ મહેનત કરે છે અને બહાના કાઢવાના બદલે કંઈક કરી છૂટવાની ભાવના રાખતા હોય છે. ત્યારે હાલ એવા જ એક વ્યક્તિની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિકલાંગ ઝોમેટો ડિલિવરી બોય  (Zomato Delivery Boy) અનોખી રીતે ફૂડ ડિલિવરી કરતો જોવા મળી રહ્યો છે. દિવ્યાંગ વ્હીલ ચેર પર જોવા મળે છે જે થોડી જ સેકેન્ડમાં બાઈકમાં કન્વર્ટ થતી જોવા મળી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રવિ કુમાર નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો.

વાયરલ વીડિયોમાં, ડિલિવરી બોય તેની વ્હીલચેર નજીકમાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મિની બાઇક પર લઈ જાય છે અને થોડી જ વારમાં તેની વ્હીલચેર ઇલેક્ટ્રિક મોટર બાઇકમાં ફેરવાઈ જાય છે. આ જોઈને નજીકમાં ઉભેલા લોકો પ્રભાવિત થઈ જાય છે અને વીડિયો બનાવવા લાગે છે. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Kumar (@ravi_kumar_hr31)

આ પહેલા દિલ્હીમાં પણ આવા જ એક Zomato ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થયો હતો, જે ઈલેક્ટ્રિક વ્હીલ ચેરમાં ભોજન પહોંચાડતો હતો. વાયરલ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું, “કામચોરી કરનારાઓએ આ વ્યક્તિ પાસેથી શીખવું જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું, “જેમને કંઈક કરવું છે તેઓ પરિસ્થિતિઓથી ડરતા નથી.”

Niraj Patel