...
   

6 મહિનાના બાળકના માતા-પિતા થયા કોરોના પોઝિટિવ, તો આ મહિલા કોન્સ્ટેબલે જે કર્યું છે એ જાણી ને તમે પણ સલામ કરશો

કોરોના કાળમાં કેટલાક લોકોએ તેમનો પરિવાર ખોઇ દીધો છે તો અવાર નવાર કોઇને કોઇ દર્દનાક ખબર સાંભળવા મળી જાય છે. કોરોનાની આ બીજી લહેર ઘણુ બધુ એવુ લઇ ગઇ કે જેની કમી પૂરી કયારેય ના થઇ શકે. લોકોને એક ડર છે કે કયારે શુ થઇ જાય તે ખબર નથી રહેતી. જો કે, આવામાં કેટલીક સારી ખબરો પણ સામે આવતી હોય છે. આવી જ એક સારી ખબર દિલ્લીથી સામે આવી રહી છે. અહીં એક કપલને કોરોના થવા પર તેમના 6 મહિનાના બાળકની દેખરેખ કરવા માટે એક મહિલા પોલિસકર્મી આગળ આવી.

લિહાજા રેડિયો કોલોની જીટીબી નગરમાં રહેનાર આ દંપતિએ દિલ્લી પોલિસને મદદની અપીલ કરી. બાળકના પિતા આકાશવાણીમાં નોકરી કરતા હતા. બાળકના માતા-પિતા બંને કોરોના વાયરસથી સંક્રમિત હતા અને તેેમના સંબંધીઓ મેરઠ અને ગાજિયાબાદમાં રહેતા હતા. કોરોનાને કારણે તેઓના ઘરે કોઇ આવવા તૈયાર ન હતુ અને કોઇ બાળકને લઇ જવા માટે પણ તૈયાર ન હતુ.

આ વાતની જાણ શાહદરા જિલ્લામાં તૈનાત મહિલા હેેડ કોન્સ્ટેબલ રાખીને થઇ. તેમણે તેેમના વરિષ્ઠ ઓફિસરોને આ વિશે જાણકારી આપી. જે બાદ રાખીએ બાળકના માતા-પિતાનો સંપર્ક કર્યો અને વરિષ્ઠ ઓફિસરોની ઇઝાઝત બાદ બાળકને પોતાની હિફાઝતમાં લીધુ.

સંક્રમિત પરિવાર સુધી પહોંચ્યા પહેલા રાખીએ કપલથી ફોન પર વાતચીત કરી અને તેના આવવા વિશે જાણકારી આપી. રાખીએ આ કપલ પાસે પહોંચીને બાળકને પોતાની કસ્ટડીમાં લઇ લીધુ અને તેના ખાવા-પીવાથી લઇને પહેરવા સુધીનો બધો જ જરૂરી સામાન પણ લીધો અને બાળકની દેખભાળ કરી. મમતા અને સેવાની મિસાલ પેશ કરતા રાખીએ બાળકને સુરક્ષિત રાખતા ઉત્તર પ્રદેશની સીમામાં મોદીનગર પહોંચાડ્યુ.

Shah Jina