1 રૂપિયાની પ્લેટ: રોજ 11 થી 1, શ્યામ કિચન દરેક જરૂરિયાતમંદ વ્યક્તિનું પેટ ભરી રહ્યું છે, વાંચો બેસ્ટ સ્ટોરી

આવા લોકોની સ્ટોરી જરૂર વાંચીને મનોબળ પૂરું પાડજો…

માનવ જીવનની સૌથી પાયાની જરૂરિયાત ખોરાક છે.આપણે બધા જાણીએ છીએ કે આજે પણ લાખો લોકો આપણા દેશમાં 2 જૂનની રોટલીની વ્યવસ્થા કરવામાં લાખો લોકો નિષ્ફળ જાય છે. આજીવિકા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં કામ પર જવું પડે છે, કામ ન મળવાના કારણે, ઘણા લોકોને ભૂખ્યા પેટે સુઈ જવું પડે છે,પણ કેટલાક સારા લોકો છે,જેઓ આ માટે કામ કરે છે

જેથી કોઈને ભૂખ્યા સૂવું ન પડે. દિલ્લીમાં એક વ્યક્તિ લોકોને માત્ર એક રૂપિયામાં ખાવાનું ખવડાવે છે. ભુટ્ટો ગલ્લી ગલ્લીના નાંગલોઇના શ્યામ કિચન સવારે 11 થી 1 દરમિયાન માત્ર 1 રૂપિયામાં એક પ્લેટ આપે છે.શ્યામ કિચનની બહાર માત્ર ગરીબ જ નહીં, પરંતુ દરેક વર્ગના લોકોની લાઈન લાગે છે.

ખાવાનું એ પણ સરળ ખાવાનું નથી પરંતુ સંપૂર્ણ સજાવેલી પ્લેટ મળે છે.અહીં ખાવા માટે લોકોની લાંબીલાઇન પણ લાગે છે. લોકો કહે છે કે આ જમવાનું 5સ્ટારથી વધુ સારું છે. આ રસોડું 1મહિના પહેલા શરૂ થયું હતું. તેને ચલાવવા વાળા પ્રવીણ ગોયલ કહે છે કે આ થાળી માટે 1 રૂપિયો એટલે લેવામાં આવે છે કારણકે લોકો ખાવાની કદર કરે અને ખાવાનું બગડે નહિ.

ઘણા લોકો કોરોના કાળમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાય છે, આને કારણે, આ રસોડું લોકોને ઓછા પૈસામાં ખવડાવવા માટે ખોલવામાં આવ્યું છે. લોકોને થાળીના બદલે જે ૧રૂપિયો આવે છે તેની સાથે જ જણાવી દઈએ કે થાળીમાં ભાત,રોટલી,સોયા પુલાવ,પનીર,સોયાબીન,અને હલવો હોય છે.અને મેનૂ પણ રોજ બદલાય છે.

લંચ સિવાય સવારની ચા પણ અહીં 1 રૂપિયામાં મળે છે. પ્રવીણ ગોયલના આ પ્રશંસનીય પ્રયત્નોને જોઈને ઘણા લોકોએ તેમની તરફ મદદનો હાથ વધાર્યો છે.

Patel Meet