દિલ્હીમાં ફરી એક ધડાકો, મહિપાલપુરમાં રેડિસન હોટલ નજીક સંભળાયો અવાજ, એક મહિલાએ પોલીસને કર્યો ફોન,ટીમ ઘટના સ્થળે

દિલ્હી પર આ વખતે સંકટના વાદળો છવાયેલા જોઈ શકાય છે. દિલ્હીમાં લાલ કિલ્લાની નજીકમાં એક કારમાં થયેલા ધડાકાથી સૌને આઘાત લાગ્યો હતો. હવે દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટેલની બાજુમાં બ્લાસ્ટનો અવાજ સાંભળવામાં આવ્યો છે. ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું કે તેમને સવારે 9.18 વાગે ફોન આવ્યો હતો. ફાયરની ઘણી ગાડીઓ આ સમયે જગ્યા પર પહોંચી ચુકી છે. પોલીસે પણ તપાસની કામગીરી શરૂ કરી છે.

બ્લાસ્ટ પાછળનું કારણ હજી જાહેર થયું નથી. ફાયરની ત્રણ ગાડીઓ જગ્યા પર મોજૂદ છે. દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટેલ પાસે થયેલા બ્લાસ્ટ પછી પોલીસનું નિવેદન પણ આવ્યું છે. ડીસીપી સાઉથ વેસ્ટે આ વિશે જણાવ્યું કે શરૂઆતી તપાસમાં દિલ્હી પોલીસને કંઈ શંકાસ્પદ મળ્યું નથી. અવાજ કયાંથી સંભળાયો એ સોર્સની પોલીસ શોધખોળ કરી રહી છે.

અહીં જણાવવું જરૂરી છે કે દિલ્હીમાં સોમવારના દિવસે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે તપાસ ચાલી રહી છે. આ બનાવમાં અત્યાર સુધી 12 લોકોનાં મોત થયાં છે. સરકારે આ બનાવને આતંકવાદી કૃત્ય પણ જાહેર કર્યું છે. જ્યારે ગુરુવારે દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ

તમને માહિતી આપીએ કે, 10 નવેમ્બર, 2025ના દિવસે સાંજે, દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે નજીકમાં બીજા વાહનો પણ હતા, જે અસરગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનાથી ઘણા વાહનોને નુકસાન થયું હતું અને આસપાસના ઘણા લોકો માર્યા ગયા હતા. જે કારમાં બ્લાસ્ટ થયો હતો તે લાલ કિલ્લા વિસ્તારમાં ત્રણ કલાકથી પાર્ક થયેલી હતી. પાર્કિંગમાંથી બહાર નીકળ્યા બાદ સાંજે 6:52 વાગે બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ બનાવમાં મૃતક અને ઇજાગ્રસ્ત લોકોના નામ સામે આવ્યા છે. આ બ્લાસ્ટમાં આસપાસ ઊભી આઠ જેટલી કારો નુકસાનગ્રસ્ત થઈ છે.

દિલ્લીમાં બનેલી આ ભયંકર બનાવના પગલે ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર થયો છે. ગુજરાતના સરહદી વિસ્તારોમાં પ્રવેશતા દરેક વાહનની તપાસ શરૂ થઈ છે.

Previous Article

ખચાખચ ભીડ અને બૂમ...ટ્રાફિક સિગ્નલ પર એટલી જોરથી થયો ધમાકો કે કેમેરા પણ તૂટી ગયા- દિલ્હીમાં કાર ધમાકાનો પહેલીવાર સામે આવ્યો વીડિયો

Next Article

આજનું રાશિફળ : 14 નવેમ્બર, આ રાશિને આજના દિવસે મળી શકે છે સારા સમાચાર- જાણો તમારી રાશિ

error: Protected Content!