ખબર

હાઈકૉર્ટનું રૌદ્ર રૂપ આવ્યું સામે, સપ્લાય રોકવા વાળાને લટકાવી દેવાની વાત કરી,જાણો બીજું શું કહ્યું

કોરોનાનો વધી રહેલો વ્યાપ સામાન્ય માણસથી લઈને તંત્ર માટે પણ ખુબ જ ચિંતાજનક બની ગયો છે. દેશભરમાં ઘણી બધી જગ્યાએ ઓક્સિજનની ખોટ વર્તાઈ રહી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં સતત પાંચમા દિવસે  પણ ઓક્સિજનની અછત વરતાઈ રહી છે. તો આ બાબતે ઓક્સિજન સપ્લાયને લઈને દિલ્હી હાઈકોર્ટ લાલચોળ છે.

દિલ્હી હાઈકોર્ટે દ્વારા આજે શનિવારના રોજ કહેવામાં આવ્યું હતું કે, “જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરી હશે તો તેને અમે લટકાવી દઈશું.

જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પાલ્લીની બેન્ચે દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્ટિપલ દ્વારા કોરોનાના ગંભીર દર્દીઓ માટે પૂરતો ઓક્સિજન ના હોવા અંગ કરેલી પિટિશન પર સુનાવણી કરતા આવી આકરી પ્રતિક્રિયા આપી હતી.

તો આ બાબતે કોર્ટે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો હતો કે “દિલ્હી માટે જરુરી 480 મેટ્રિક ટન ઓક્સિજનનો દૈનિક જથ્થો ક્યારે આવવાનો છે?” કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 21 એપ્રિલના રોજ તેને ખાતરી આપી હતી કે દિલ્હીને રોજનો 480 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહેશે. પરંતુ આ મામલે કોઈ પ્રગતિ થઈ છે ખરી?


દિલ્હીમાં સતત ઓક્સિજનની ખોટ વર્તાઈ રહી છે. ઓક્સિજનની અછતના કારણે ઘણી હોસ્પિટલમાં દર્દીઓના જીવ પણ ચાલ્યા ગયા છે. ઓક્સિજનની અછતના કારણે શુક્રવારે સાંજે દિલ્હીની વધુ એક હોસ્પિટલના 25 દર્દીઓ મોતને ભેટયા હતા.