ફૂલ સ્પીડમાં આવતી ઓડીએ યુવકને મારી ટક્કર, 15 ફૂટ હવામાં ઉછળી જમીન પર પડ્યો, તરફડીયા મારી મારીને મૃત્યુ પામ્યો

ફૂલ સ્પીડમાં આવતી ઓડીએ યુવકને મારી ટક્કર, 15 ફૂટ હવામાં ઉછળી જમીન પર પડ્યો, લોકો હોસ્પિટલ લઇ જવાને બદલે બનાવતા રહ્યા વીડિયો, છેલ્લે આવ્યો દુઃખદ અંત…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર વાહનોમાં ટેક્નિકલ ખામી અથવા તેજ ગતિ અકસ્માતનું કારણ બને છે. ત્યારે રાજધાની દિલ્હીમાં ઓવર સ્પીડ અને માર્ગ અકસ્માતો અનેક વાર જોવા મળે છે. આવો જ તાજો કિસ્સો અલીપુર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક ઝડપભેર ઓડી કારે એક યુવકને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઓડી કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે યુવક હવામાં 15 ફૂટ ઉછળીને જમીન પર પડ્યો હતો.

ઓડી કાર અર્પિત નામનો યુવક ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના બાદ ભીડમાં હાજર મોટાભાગના લોકો યુવકને હોસ્પિટલ લઈ જવાને બદલે તેનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. જો યુવકને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોત તો તેનો જીવ બચી શક્યો હોત. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, હાલમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓડી ચલાવનાર યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત સમયે યુવક લાંબા સમય સુધી લોહીથી લથપથ ઘટનાસ્થળે પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ 22 વર્ષીય નીતિન તરીકે થઈ છે. તે નાંગલી પૂના ગામમાં પરિવાર સાથે રહેતો હતો. પોલીસને રાત્રે લગભગ 12 વાગ્યે અકસ્માતની જાણ થઇ હતી. ફોન કરનારે જણાવ્યું કે નાંગલી પૂના બ્રિજ બાયપાસથી અલીપર તરફ આવતી વખતે સફેદ રંગની ઓડીએ એક વ્યક્તિને ટક્કર મારતાં તેનું મોત થયું હતું.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 21 વર્ષીય અર્પિત અગ્રવાલ ગ્રીન પાર્કમાં રહે છે, તેના પિતાનું નામ અનિલ અગ્રવાલ છે. પોલીસે આરોપી અર્પિતને પકડી લીધો હતો. સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામેલા નીતિનના સ્વજનોને જાણ કરવામાં આવી હતી. નીતિનને બે ભાઈ અને એક બહેન છે. મોટા ભાઈ અને બહેનના લગ્ન થઈ ગયા છે. નીતિન અપરિણીત હતો. પરિવાર ભારે મુશ્કેલીમાં છે. નિતિને 2018માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તાજેતરમાં તે નાની નોકરીઓ કરતો હતો. અકસ્માત સમયે તે કોઈ કામ અર્થે ગયો હતો.

Shah Jina