ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ વાપરનારા સાવધાન, આ યુવતીએ જે કર્યું તે જોઈને તમે પણ હચમચી ઉઠશો, ઘટના થઇ CCTVમાં કેદ

દ્વારકા રોડ એક્સિડન્ટ : વીડિયો જોઈને કમકમાટી છૂટી જશે, મોબાઈલ મચેડતા ગાડી ચલાવી રહી હતી યુવતી, રોડ ઉપર ચાલી રહ્યું હતું વૃદ્ધ દંપતી..

એવું કહેવામાં આવે છે કે મોત કોઈપણ જગ્યાએ અને કોઈપણ તરફથી આવી જાય છે. પરંતુ ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જેમાં લોકોની બેદરકારીના કારણે પણ કોઈને પોતાનો જીવ ગુમાવવો પડે છે.

આવું જ કંઈક દિલ્હીના દ્વારકામાં જોવા મળ્યું જ્યાં 79 વર્ષના ડોક્ટર અને તેમના 62 વર્ષીય ધર્મપત્ની સાંજના સમયે લટાર મારવા માટે રોડના કિનારે ચાલી રહ્યા હતા, આ દરમિયાન જ એક યુવતી ચાલુ ગાડીએ મોબાઈલ મચેડતા તેમની પાછળથી આવી રહી હતી.

યુવતીનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ જ હતું આ દરમિયાન રોડના કિનારા ઉપર ચાલી રહેલા વૃદ્ધ દંપતીને યુવતીએ કચડી નાખ્યા હતા, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ આખી જ દર્દનાક ઘટના સીસીટીવમાં કેદ થઇ ગઈ છે. પોલ્સ દ્વારા મળેલી માહિતી પ્રમાણે 62 વર્ષીય અંજના અરોરા અને 79 વર્ષીય શાંતિ સ્વરૂપ સાંજે લગભગ 6 વાગે પોતાના એપાર્ટમેન્ટમાંથી આ રોડ ઉપર આંટો મારવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન પાછળથી આવેલી એક કારે તેમને પાછળથી જ ટક્કર મારી દીધી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર બંને ઉપર ચઢી ગઈ. મહિલાનું અડધું શરીર કારની પાછળ નીકળ્યું જયારે વૃદ્ધ શાંતિ સ્વરૂપ કારની નીચે જ ફસાઈ ગયા.

ટક્કર વાગતા જ ગાડી ચલાવી રહેલી યુવતી બહાર નીકળી અને ત્યારબાદ આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા. લોકોએ પહેલા અડધી ફસાયેલી મહિલાને કારને પાછળથી ધક્કો મારીને બહાર કાઢી ત્યારબાદ વૃદ્ધ ડોક્ટરને બહાર કાઢવા માટે લોકોએ કાર ઊંચી કરી અને તેમને બહાર કાઢવામાં આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by The Times of India (@timesofindia)

પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી. બંને ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. આ સમગ્ર ઘટના 4 એપ્રિલની છે. દ્વારકા ડીસીપી સંતોષ કુમાર મીણાએ જણાવ્યું કે આ મામલામાં આરોપી 28 વર્ષની દીપાક્ષી ચૌધરી ગાડી ચલાવી રહી હતી. તેને આઇપીસી કલમ 304એ અને 279 અંતર્ગત ધરપકડ કરી લીધી છે.

Niraj Patel