બુલેટ પ્રુફ કાચ વાળા વાહનો તો બહુ જોયા હશે, પરંતુ શું ક્યારેય જોયું છે આવી શક્તિશાળી સ્કિન વાળું પ્રાણી ? જોઈ લો વીડિયોમાં તમારી અક્કલ પણ કામ નહીં કરે

વિશ્વની અંદર પ્રાણીઓની ઘણી બધી પ્રજાતિઓ વસવાટ કરે છે, ઘણીં પ્રજાતિઓ તો એવી પણ હોય છે જેને જોવી પણ દુર્લભ માનવામાં આવે છે, સોશિયલ મીડિયામાં અવનવી પ્રજાતિઓના પ્રાણીઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણે પણ ઘણીવાર હેરાન રહી જઈએ, હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ પ્રાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના જોયા બાદ તમે પણ તમારી આંખો ઉપર એક ક્ષણ માટે વિશ્વાસ નહીં કરી શકો.

તમે અત્યાર સુધી બુલેટ પ્રુફ ગાડીઓ ઘણી જોઈ હશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક શક્તિશાળી મજબૂત સ્કિન જેવા દેખાતા એક પ્રાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સામેથી જોતા માટે ગેંડા જેવું દેખાય પરંતુ થોડી જ વારમાં તે પોતાનો આકાર બદલી લે છે અને તે ગુલાટી મારી અને બોલ જેવો આકાર ધારણ કરી લે છે.

આ વીડિયોમાં એક વિચિત્ર પ્રાણી જોવા મળી રહ્યું છે. આ કયું પ્રાણી છે તે તમે સમજો તે પહેલાં, તે તરત જ તેનો આકાર બદલીને બોલનો આકાર લે છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતું પ્રાણી આર્માડિલો છે. તે તેની મજબૂત ત્વચા માટે પ્રખ્યાત છે.

આર્માડિલો જ્યારે ભય અનુભવે છે ત્યારે આવી ક્રિયા કરે છે. આ પ્રાણી ખૂબ જ હોંશિયાર માનવામાં આવે છે. આર્માડિલો અમેરિકન ખંડમાં જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 5,500થી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઘણા લોકો આ વિચિત્ર પ્રાણીને જોઈને હેરાન રહી ગયા છે.

Niraj Patel