મિત્રએ જ કર્યો મહેન્દ્ર સિંહ ધોની પર માનહાનિનો કેસ, 15 કરોડ રૂપિયા સાથે જોડાયેલ છે પૂરો મામલો

MS ધોની વિરૂદ્ધ દાખલ થયો માનહાનિનો કેસ, 18 જાન્યુઆરીએ થશે સુનાવણી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરૂદ્ધ દિલ્લી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને મિહિરની પત્ની સૌમ્યા દાસે આ કેસ કર્યો છે. જેની સુનાવણી 18 જાન્યુઆરીએ થશે. ધોીએ કેટલાક દિવસ પહેલા જ અરકા સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર અને સૌમ્યા વિરૂદ્ધ રાંચી સિવિલ કોર્ટમાં ધોખાધડીનો કેસ દાખલ કરાવ્યો હતો, જેમાં 15 કરોડ રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડવાનો આરોપ છે.

MS ધોની વિરૂદ્ધ માનહાનિનો કેસ

મિહિરે કહ્યુ કે તેના વિરૂદ્ધ દાખલ થયેલ મામલામાં કોર્ટ કોઇ ચોક્કસ નિષ્કર્ષ આપી શકતી કે તે પહેલા ધોનીના વકીલ દયાનંદ શર્માએ 6 જાન્ઉઆરી 2024ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી તેના વિરૂદ્ધ આરોપ લગાવ્યો. મિહિર અને સૌમ્યાનું કહેવુ છે કે આ આરોપોને મીડિયાએ વધારે બતાવ્યા અને તેના કારણે તેની છવિ ખરાબ થઇ. તેણે માનહાનિનો કેસ કરતા માગ કરી છે કે તેની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાથી રોકવામાં આવે.

Image Source

હાઇકોર્ટનો દરવાજો ખટકાવ્યો

રીપોર્ટ્સ અનુસાર, મિહિર અને સૌમ્યાએ ધોની, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઘણા મીડિયા હાઉસ વિરૂદ્ધ સ્થાયી ઇનજંક્શન અને ક્ષતિપૂર્તિનો અનુરોધ કરતા હાઇકોર્ટનો દરવાજો ખટકાવ્યો છે. ધોની અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે 2017માં એક બિઝનેસ ડીલ થઇ હતી, જે અંતર્ગત ભારત અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલાવાની હતી.

ધોનીના વકીલનો આરોપ

આરોપ છે કે આ ડીલમાં જે-જે શરતો પર સહમતિ બની હતી બાદમાં તેનું પાલન ન થયુ. ધોનીના વકલી અનુસાર, આ વાત પર સહમતી બની હતી કે કેપ્ટન કુલને પૂરી ફ્રેન્ચાઇઝી ફીસ મળશે અને પ્રોફિટ 70:30 આધારે ધોની અને તેના પાર્ટનર વચ્ચે વહેંચવામાં આવશે. પણ બિઝનેસ પાર્ટનરે ધોનીની જાણકારી વિના એકેડમી ખોલવાનું શરૂ કરી દીધુ અને કોઇ પૈસા પણ ન આપ્યા.

Shah Jina