આ જગ્યાએ ઠંડીએ થીજવી નાખ્યા, હરણ પણ બરફમાં જામી ગયું દેખાતું હતું તો પછી લોકોએ ભર્યું એવું પગલું કે જોઈને હેરાન રહી જશો

હાલ દેશમાં ઠંડીનો ભરપૂર માહોલ સર્જાઈ રહ્યો છે, ઘણી જગ્યાએ તો ઠંડી માઇનસમાં પણ પહોંચી ગઈ છે. ઉત્તર ભારત ને રાજસ્થાનમાં પણ એવી કડક ઠંડી પડી રહી છે કે લોકોનું પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ઘણા દેશોમાં ઠંડી -50 ડિગ્રીની નીચે આવી ગઈ છે.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક હરણ બરફમાં જામી ગયેલું જોવા મળી રહ્યું છે. રોડના કિનારે બરફથી જામી ગયેલા આ હરણને બચાવવા કેટલાક રાહદારી લોકો આવે છે અને આ હરણનો જીવ બચાવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ભીષણ બરફના વરસાદના કારણે આસપાસના વિસ્તારમાં ખુબ જ ઠંડી પડી રહી છે. વીડિયોમાં બતાવવામાં આવેલી જાણકારી પ્રમાણે કઝાકિસ્તાનમાં -56 ડિગ્રી તાપમાન છે. આ તપમાનમાં લોકોને ખુબ જ સાવધાની સાથે રહેવું પડી રહ્યું છે.

રોડના કિનારે એક હરણને જોવામાં આવે છે જે ભીષણ ઠંડીના કારણે ફ્રિજ થઇ ગયું છે. તેને જામેલું જોઈને કારમાં જઈ રહેલા કેટલાક સ્થાનિક લોકો ઉભા રહે છે અને તેની નજીક આવે છે. જેવા જ તે લોકો હરણની નજીક જવાનો પ્રયત્ન કરે છે કે તરત હરણ ભાગવા લાગે છે. થોડે દૂર ભાગ્યા બાદ ફરીથી હરણ રોડની વચ્ચે ફ્રિજ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

જેને બચાવવા માટે રાહદારીઓ મદદ કરી. સ્થાનિક લોકોએ વારંવાર ફ્રિજ થઇ રહેલા આ હરણને પકડ્યું અને તેના શરીર ઉપર જામેલો બરફ દૂર ર્ક્યો. હરણ તે સમયે જીવતું હતું. ત્યારબાદ લોકોએ તેને સુવડાવ્યું અને ગરમાહટ આપવાનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel